AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્વારકામાં મગફળી ખરીદી પૈસા ન ચુકવી છેતરપિંડી કરનાર શખ્સ પાસેથી 91 લાખની રકમની કરાઈ રિકવરી

દ્વારકામાં મગફળી ખરીદી પૈસા ન ચુકવી છેતરપિંડી કરનાર શખ્સ પાસેથી 91 લાખની રકમની કરાઈ રિકવરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 10:45 PM
Share

Dwarka: દ્વારકા જિલ્લામાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદી સાથે છેતરપિંડી કરનાર શખ્સ પર સકંજો કસવામાં આવ્યો છે. પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ ખેડૂતોના 91 લાખની રિકવરી કરી છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતોની મગફળી ખરીદી રૂપિયા ન ચુકવી છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો છે. ખંભાળિયા પોલીસે મુરૂ કરમુરને ઝડપીને 91 લાખથી વધુની રકમ પરત મેળવી છે. ખંભાળિયાના આહીર સિંહણ ગામના વતની મુરૂ કરમુરે અનેક ખેડૂતો સાથે ઠગાઈ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતા જ પોલીસે ટેકનિકલ મદદ અને બાતમીના આધારે આરોપીને દબોચી લીધો હતો. આરોપીના સાત દિવસના રિમાન્ડ દરમિયાન 91 લાખની રકમ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. આ શખ્સે કેટલા ખેડૂતો સાથે છેતરપિંડી આચરી. તેમજ ઠગાઈમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદના આધારે આરોપીને રિમાન્ડ પર લઈ 91 લાખની કરાઈ હતી રિકવરી

આ શખ્સ દ્વારા તાજેતરમાં ખંભાળિયા તાલુકાના આહેર સિંહણ ગામ સહિતના જુદા જુદા ગામોમાં રહેતા ખેડૂતો પાસેથી મગફળી ખરીદી અને તેઓને પૈસા ન ચૂકવાતા ગત તારીખ 17ના રોજ આ શખસ સામે આઈપીસી કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આમ, બે ડઝનથી વધુ ખેડૂતોની રૂપિયા 98.36 લાખ જેટલી મગફળી લઈને પૈસા ન ચૂકવેલા આ શખ્સની ગત તારીખ 22મીના રોજ પોલીસે અટકાયત કરી હતી. પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો. ત્યાર બાદ જરૂરિયાત જાણતા અદાલતે બે દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દ્વારકા જિલ્લા એસપી નિતેશ પાંડેયે જણાવ્યુ કે તેમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તેની અટકાયત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં તેની 6 દિવસની કસ્ટડી લેવાઈ હતી. આ કસ્ટડી દરમિયાન ઉંડાણપૂર્વક તપાસ કરતા 71 લાખ જેટલા રિકવર કરવામાં આવ્યા છે. ત્યારબાદ બે દિવસની વધુ રિમાન્ડ મળ્યા જેમા અન્ય 20 લાખની રિકવરી કરવામાં આવી.

g clip-path="url(#clip0_868_265)">