Amul રાજકોટમાં દૂધના પાવડરનો પ્લાન્ટ સ્થાપશે : રાધવજી પટેલ
રાજકોટ ડેરી સંઘના ચેરમેન ગોરધન ધામેલિયાએ આ અંગે કહ્યું હતું કે રોજ જે દૂધ રાજકોટની બહાર જાય છે તેને અહીં જ રોકીને અન્ય પ્રોડક્ટ બનવવામાં આવશે.
ગુજરાતમાં(Gujarat)રાજકોટમાં(Rajkot) અમૂલ ડેરીનો(Amul)દૂધનો પાવડર બનાવાનો પ્લાન્ટ સ્થપાશે. પશુપાલ પ્રધાન રાઘવજી પટેલ અને જયેશ રાદડિયાએ આ અંગે કહ્યું હતું કે, રાજકોટમાં અમૂલ ડેરીનો પ્લાન્ટ સ્થપાયા બાદ હજારો પશુપાલકોને ફાયદો થશે. તો રાજકોટ ડેરી સંઘના ચેરમેન ગોરધન ધામેલિયાએ આ અંગે કહ્યું હતું કે રોજ જે દૂધ રાજકોટની બહાર જાય છે તેને અહીં જ રોકીને અન્ય પ્રોડક્ટ બનવવામાં આવશે. સૌરાષ્ટ્રથી 25 લાખ લીટર દૂધ રોજ આણંદ અથવા ગાંધીનગર જાય છે. રાજકોટથી રોજ સવા લાખ લીટર દૂધ જાય છે. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ સ્થપાતા પરિવહન ખર્ચ બચશે.
ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બર 2021ના રોજ જ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ગાંધીનગરના ભાટ ગામે અમૂલના વિવિધ 415 કરોડના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ, અત્યાધુનિક વેરહાઉસિંગ અને નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે.
આ નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે માટે 257 કરોડના રોકાણથી બનાવવામાં આવ્યો છે.બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે.
આ પણ વાંચો : ઉત્તરાયણની સાંજે આકાશમાં પતંગની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ જોઈ શકાશે. જાણો કઇ જગ્યાએ કેટલા વાગ્યે જોવા મળશે.
આ પણ વાંચો : ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, હોમ આઇસોલેટ થયા