Rajkot: કોરોનાના નિયમ તોડનારા પર તંત્રની તવાઇ, 24 કલાકમાં જાહેરનામા ભંગના 115 ગુના નોંધાયા

Rajkot: કોરોનાના નિયમ તોડનારા પર તંત્રની તવાઇ, 24 કલાકમાં જાહેરનામા ભંગના 115 ગુના નોંધાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 1:46 PM

સૌરાષ્ટ્રના અનેક શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે. એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 782 કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ એક જ દિવસમાં કોરોનાના 319 કેસ નોંધાયા છે. જેને લઇને પોલીસે રાજકોટમાં જાહેરનામાનો ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી શરુ કરી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના(Corona)એ કહેર વર્તાવ્યો છે. એક જ દિવસમાં સૌરાષ્ટ્ર(Saurashtra )માં કોરોનાના 782 કેસ નોંધાયા છે. જેમાંથી 319 કેસ ફક્ત રાજકોટ શહેર અને જિલ્લાના છે. કેસ વધતા રાજકોટ(Rajkot)નું તંત્ર એલર્ટ બન્યુ છે. જાહેરનામાનો ઉલ્લંઘન કરતા લોકો સામે રાજકોટમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

24 કલાકમાં 115 જાહેરનામા ભંગના ગુના

રાજકોટ શહેરમાં જાહેરનામાનો લોકો બિન્દાસ્ત બની ઉલ્લંઘન કરી રહ્યાં છે. ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી પોલીસે જાહેરનામાનો કડક અમલ શરૂ કરાવી ઉલ્લંઘન કરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ જાહેરનામાનો ભંગ કરવા અંગે 115 ગુના નોંધ્યા છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વેક્સિન લીધા વગર વેપાર-ધંધો કરતા 10 વેપારી સામે કાર્યવાહી કરી છે.

70 રાત્રી કરફ્યૂમાં નીકળવાના ગુના

પોલીસે 70 જેટલા લોકો કામ વગર રાત્રી કર્ફ્યૂના સમયમાં રાજમાર્ગ પરથી મળી આવતા તેમની સામે ફરિયાદ નોંધી છે. ઉપરાંત રાત્રી કર્ફ્યૂમાં દુકાન ખુલ્લી રાખનાર એક વેપારી, ઓટો રિક્ષામાં નિયત કરતા વધુ મુસાફરને બેસાડનાર 9 રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રના અનેક શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે. એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 782 કેસ નોંધાયા છે. રાજકોટમાં એક જ દિવસમાં કોરોનાના 319 કેસ નોંધાયા છે. જેને લઇને પોલીસે રાજકોટમાં જાહેરનામાનો ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી શરુ કરી છે. કેસમાં વધારો થતાં હવે રાજકોટ સિવિલમાં RTPCR ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. રોજના 1200ને બદલે 2500 લોકોનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. રાજકોટમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજાર 517 પર પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ

લગ્ન પ્રસંગોની કામગીરી સાથે જોડાયેલા વેપારીઓના ચહેરા પર નિરાશા, ફરી મોટુ નુકસાન સહન કરવુ પડે તેવી સ્થિતિ

આ પણ વાંચોઃ

કોરોના મહામારી વચ્ચે પણ કંડલા દિનદયાળ પોર્ટે 100 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યું

 

g clip-path="url(#clip0_868_265)">