ઉત્તરાયણની સાંજે આકાશમાં પતંગની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ જોઈ શકાશે. જાણો કઇ જગ્યાએ કેટલા વાગ્યે જોવા મળશે.
14 જાન્યુઆરીના રોજ સાંજે પશ્ચિમથી પૂર્વ તરફ ગતી કરતું આ યાન જેવા માટે ટેલિસ્કોપની જરૂર રહેશે નહીં. લગભગ પાંચ મીનિટ સુધી ગુજરાતના આકાશમાં જોઈ શકાશે.
પૃથ્વીથી 408 કિમી.ની ઊંચાઈ એ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station) ને આવતીકાલે 14મી જાન્યુઆરીના સાંજે નરી આંખે જોઈ શકાશે. જામનગર સહિત રાજ્યના નભોમંડળમાં ઉત્તરાયણ (Uttrayan)ના રોજ શુક્રવારે સાંજે આ અવકાશી અલભ્ય નજારો જોવા મળવાનો છે. ત્યારે રાજ્યની ખગોળપ્રેમી જનતા એ આ અવકાશી ઘટનાનો લહાવો લેવા અનુરોધ કરાયો છે.
આ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાલમાં 7 યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. 73.0 મીટરની લંબાઈ અને 109 મીટરની પહોળાઇ ધરાવતું આ યાન 7.66 કિમી. પ્રતિ સેકન્ડની ઝડપે દર 92.68 મીનીટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. જેણે ડિસેમ્બર 2021 સુધીમાં પૃથ્વીની 1,31,440 પ્રદક્ષિણા કરી લીધી છે.
જામગનર ખંગોળ મંડળના કિરીટભાઈ શાહે જણાવ્યુ કે 14 જાન્યુઆરીએ જામનગર, રાજકોટ, અમદાવાદ સહીત શહેરમાંથી પ્રસાર થતા જોઈ શકાશે.
જામનગર (Jamnagar) શહેરના નભોમંડળમાં 14 જાન્યુઆરીને શુક્રવારના સાંજે 7 વાગ્યાને 30 મિનિટ અને 29 સેકન્ડ પછી આ યાન દેખાવાનો પ્રારંભ થશે, અને 7 વાગ્યાને ૩૫ મિનિટને 52 સેકન્ડ સુધી દક્ષિણ પશ્ચિમમાં અને ત્યાર પછી દક્ષિણ પૂર્વમાં જોઈ શકાશે. જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઊગીને મધ્ય આકાશમાં મેષ રાશિમાંથી પસાર થઇ ચંદ્ર પાસે નીહાળી શકાશે.
સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાં આ નજારો સૌથી વધુ સાંજના સમય મુજબ જોવા મળશે જેમાં રાજકોટ (Rajkot) માં 7 કલાક 35 મિનિટ અને 57 સેકન્ડ, અમદાવાદ (Ahmedabad) માં 7 કલાક 36 મિનિટ અને 52 સેકન્ડ, ધ્રોલમાં 7 કલાક 35 મિનિટ અને 36 સેકન્ડ, દ્વારકામાં 7 કલાક 35 મીનિટ અને 39 સેકન્ડના સમયે મધ્ય આકાશમાં નરી આંખે જોઈ શકાશે.
અવકાશ સંશોધન ક્ષેત્રે ખુબ ઉપયોગી પુરવાર થયેલા આ સ્પેસ સ્ટેશનની આ સમયે પ્રકાશની તીવ્રતા. -૩.૯ એટલે કે શુક્રના ગૃહ જેટલું પ્રકાશીત દેખાશે. આ સ્પેસ સ્ટેશન ખુબ જ ચમકતું હોવાથી મધ્ય આકાશમાં અને બ્રમ્હમંડળના ચમકતા તારા બ્રમ્હહ્રદય પાસેથી પસાર થશે. ત્યારે નરી આંખે 4 મિનિટ સુધી જોઈ શકાશે.
આ પણ વાંચોઃ SBI CBO Exam 2022: SBI સર્કલ બેઝ્ડ ઓફિસરની ભરતી પરીક્ષા 23 જાન્યુઆરીએ યોજાશે, જુઓ પરીક્ષા પેટર્ન
આ પણ વાંચોઃ Ahmedabad : ઉત્તરાયણને લઇને પોલીસનું જાહેરનામું, નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી