અમરેલી: ગજેરા વિદ્યા સંકુલની ધોરણ 9ની વિદ્યાર્થિનીને આવ્યો હાર્ટ એટેક, પેપર લખતા લખતા જ ઢળી પડી
અમરેલી: છેલ્લા ઘણા સમયથી નાની ઉમરે હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. જો કે હવે કિશોર વયના બાળકોમાં હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. અમરેલીમાં ગજેરા વિદ્યા સંકુલની ધોરણ 9ની વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો અને પેપર લખતા લખતા જ વિદ્યાર્થિની ઢળી પડી.
આજકાલ નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સાઓ તમે જોતા, સાંભળતા, વાંચતા હશો અને એને માટે બેઠાડું જીવન શૈલી, ડાયાબિટીસ, જંકફૂડ કે ધૂમ્રપાન જેવા કારણો આપવમાં આવે છે. પરંતુ જ્યારે 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને પરીક્ષા દરમિયાન હાર્ટ એટેક આવે તો શું સમજવું ? અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સાજી સમી એક વિદ્યાર્થિનીની હાર્ટફેઈલ થઈ જતાં ક્લાસમાં જ ઢળી પડી ત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે.
શાળામાં પેપર લખતા-લખતાં ઢળી પડી વિદ્યાર્થિની અને હોસ્પિટલમાં થયું મોત. હ્રદયને ધ્રાસકો આપે તેવી આ ઘટના અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલની છે. શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન જસદણના વિંછીયા ગામની સાક્ષી રોજાસર નામની વિદ્યાર્થિની અચાનક જ ઢળી પડી હતી. 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની અચાનક ઢળી પડતાં અન્ય વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. ઘટનાની જાણ થતાં શાળાના સંચાલકો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ તે જિંદગી હારી ગઈ હતી. વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે.
અમરેલી: શાળામાં પેપર લખતાં-લખતાં ઢળી પડી વિદ્યાર્થિની અને હોસ્પિટલમાં થયું મોત | TV9GujaratiNews#Amreli #Heartattack #Student #Gujarat #TV9News pic.twitter.com/fqOBoOdIH7
— Tv9 Gujarati (@tv9gujarati) November 3, 2023
આ પણ વાંચો: અમરેલી : સાવરકુંડલાના આદસંગ ગામે આદમખોર સિંહે બાળકીનો કર્યો શિકાર, વનવિભાગે સિંહને પાંજરે પુર્યો
શાળામાં ચાલુ પરીક્ષાએ પેપર લખતા-લખતાં જ સાક્ષી અચાનક ઢળી પડી અને તેનુ મૃત્યુ નિપજ્યુ. તેના મૃતદેહને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે સવાલ તો અનેક ઉઠે છે. પરંતુ ડોક્ટર્સ જણાવે છે કે પોસ્ટમોર્ટમ દરમિયાન હૃદયમાં શંકા જોવા મળશે તો ફોરેન્સિંક પીએમ કરવું પડશે અને મૃત્યુનું કારણ પીએમ રિપોર્ટ બાદ જ ચોક્કસ રીતે કહી શકાશે.
જોકે ફિકર એ વાતની વધી રહી છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આ નાની વયના કિશોરો, બાળકોમાં પણ આ રીતે હાર્ટ એટેકના કારણે મૃત્યુના બનાવોમાં વધારો થયો છે. સતત વધતી હાર્ટ એટેકની ઘટનાઓ માટે કોરોનાને પણ જવાબદાર મનાઈ રહ્યો છે. ખુદ સરકારે પણ ભારે કોરોનાનો ભોગ બનેલા લોકોને ભારે કસરતોથી દૂર રહેવા જણાવ્યું છે. અલબત્ નિષ્ણાત ડૉક્ટર્સ યુવાનોમાં સ્ટ્રેસ, સતત ઘટી રહેલા શ્રમના પ્રમાણ ફાસ્ટફૂડ અને નાની ઉંમરે વધી રહેલી બીમારીઓને હાર્ટ ફેલનું સૌથી મોટું કારણ માની રહ્યા છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
