Amreli : સાવરકુંડલામાં કમોસમી વરસાદે સર્જી તારાજી, રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, જુઓ Video
અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. જિલ્લામાં 9 ઈંચ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ છે.
અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. જિલ્લામાં 9 ઈંચ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. જાંબાળ ગામમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરત સુતરીયા પણ હાજર રહ્યાં છે. સર્વે પૂર્ણ થયા બાદ CM ભૂપેન્દ્ર પટેલને રિપોર્ટ સોંપાશે. રાજુલા અને જાફરાબાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ મુલાકાત લીધી છે.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. આ ખાસ કરીને દીવાળી બાદ બદલાયેલા વાતાવરણને કારણે ખેતીપાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. જેથી ખેડૂતોને હવે પાક સામે એક રૂપિયાની આશા નથી. ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ મદદની માગ કરી છે. રાજ્ય સરકાર પણ ખેડૂતોના વ્હારે આવી સર્વે હાથ ધરાયું છે.
