અમરેલીના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદ- Video

|

Jun 18, 2024 | 11:02 AM

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના સાવરકુંડલવા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમા સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન થયુ છે. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. બપોર બાદ વાતાવરણ વાદળછાયુ બન્યુ અને વરસાદ વરસ્યો હતો. જીરા, બોરાળા, ખડકલા અને ભુવા ગામે વરસાદ થતા ખેડૂતોમાં ખુશખુશાલ થયા છે. ખારાપાટ વિસ્તારના ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત ત્રીજા દિવસે સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વાદળો ગોરંભાયા હતા અને પવન અને ધૂળની ડમરી સાથે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ થવાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ તરફ બાબરામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ચરખા, ચમારડી, વલારડી અને દરેડ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયુ છે. ગળકોટડી, ખાખરિયા, ગમા પિપળિયા, સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. ભીલા ભીલડી ગામમાં બે કલાકમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ ખાબકી જતા ઠેબી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભીલા ભીલડી ગામે ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે.

આ તરફ લાઠી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા લાઠીની ગગડિયો નદીમાં પૂર આવ્યુ હતુ. હરસુરપુર ગામની  ગગડીયો નદી પરનો ચેકડેમ પણ છલકાયો છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ત્રીવેણી સંગમ ખાતે ગંગા દશેરા નિમીત્તે ગંગા અવતરણ પૂજા – મહાઆરતીનું આયોજન- જુઓ તસવીરો

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:33 pm, Mon, 17 June 24

Next Video