અમરેલીના ખેડૂતોને માઠી દશા, ડુંગળી ઉગાડી પણ બિયારણ જ નકામું નીકળતા પૈસાનું થયુ પાણી- વીડિયો
અમરેલીના ખેડૂતોએ ડુંગળી તો ઉગાડી પણ તેનુ બિયારણ જ સાવ નકામુ નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બિયારણ નકામુ નીકળતા ખેડૂતોના પૈસાનું પાણી થયુ છે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
અમરેલીના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યુ અને બિયારણ નબળુ નીકળતા ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. મહિનાઓની મહેનત અને રૂપિયાનું પાણી કરીને અમરેલીના ખેડૂતોએ ડુંગળી ઉગાડી પણ તેનું બિયારણ જ સાવ નકામું નીકળતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
અમરેલીના વડીયા પંથકના ખેડૂતોને નબળી ગુણવત્તાના ડુંગળીના બીજ મળ્યા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ તેમણે 2500 રુપિયા કિલો ડુંગળીનું બિયારણ F 1 હાઈબ્રિડ ક્લશ કંપનીનું ખરીદ્યું હતું. પરંતુ ડુંગળીના બિયારણ બાદ 4 મહિનાના તેનો ફાલ ન આવતા ને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.
મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ તરત જ કંપનીના ડીલરો અને અધિકારીઓને રજૂઆત કરી પણ તેમની મુશ્કેલી સાંભળે છે કોણ ? અને સાંભળે તો સમજે છે કોણ ?
અધિકારીઓ તપાસમાં તો આવ્યા અને રિપોર્ટ તૈયાર કરીને મોકલશે પણ ખરા પણ આ બધું જ ઉકેલ તરફ જતું હોય એમ લાગવાને બદલે સરકારી જવાબ હોય એવું વધુ લાગે છે.
આ પણ વાંચો: અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ભેખડ ધરાશાઇ, એક બાળકનું મોત, 4 દટાયેલા શ્રમિકોનું કરાયું રેસ્ક્યુ- વીડિયો
તપાસમાં આવેલા અધિકારીઓ સમક્ષ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો, રકઝક કરી. આ તરફ ડુંગળીનો પાક હવામાનને કારણે બગડ્યો હોવાનું કંપનીનું કહેવું છે. અધિકારીઓની સરકારી ઢબની કામગીરીને કારણે ખેડૂતોની ફિકર ઓર વધી ગઈ છે. તેમની માગ છે કે તેમને નુકસાનીનું વળતર આપવામાં આવે અને આવા નબળી ગુણવત્તાનું બીયારણ આપનારી કંપનીઓ અને ડીલરો સામે સખત પગલાં લેવામાં આવે જેથી કરીને બીજીવાર ખેડૂતોએ આ રીતે ફટકો સહન કરવાનો વારો ન આવે.
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
