અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન બેઠકમાં અધિકારીઓનો લેવાયો ઉધડો, ધારસભ્ય કૌશિક વેકરીયા અને મહેશ કસવાળાએ ખખડાવ્યા- Video
અમરેલી જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા લાલઘૂમ જોવા મળ્યા હતા. લોકોની રજૂતની ગંભીરતા ન લેતા અધિકારીઓનો ઉધડો લીધો હતો. કલેક્ટરની હાજરીમાં કામગીરી મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા હતા. વરસડા વાસ્મોની કામગીરી ન થતા ધારાસભ્યે નારાજગી દર્શાવી હતી. પ્રાંત કચેરીને લગતા પ્રશ્નોન મુદ્દો મહેશ કસવાળાએ ઉઠાવ્યો હતો. બિનજરૂરી સરકારમાં માર્ગદર્શન માટે મોકલતા પત્રો મુદ્દે નારાજગી દર્શાવી હતી.
અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા,રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હિરા સોલંકી, ધારી-બગસરા-ખાંભા ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત સંદર્ભે આ પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી આ તમામ સમસ્યાઓનો નિકાલ યોગ્ય રીતે થાય તે માટે સંબંધિત કચેરીના વડા સાથે સંકલન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા કલેકટરએ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ માટે જરુરી સૂચનાઓ સાથે દિશા નિર્દેશ કર્યો હતો. ખાસ કરીને આઉટસોર્સ કર્મચારીઓના પગાર, જર્જરિત પુલોના યોગ્ય ડાયવર્ઝન,નેશનલ હાઇવેના રોડ રસ્તાના રીપેરીંગ, સિવિલ હોસ્પિટલ પાછળના રોડ, વરસડા વાસ્મોના કામના પ્રશ્ન સહિતના મુદે ધારાસભ્યની રજુઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમા અમરેલીમાં ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશીક વેકરીયાએ આઉટસોર્ચ કર્મચાસરીઓના પગાર જર્જરિત પુલોના યોગ્ય ડાયવર્ઝન નેશનલ હાઇવેના રોડના રીપેરીંગ,સિવિલ હોસ્પિટલ પાછળના રોડ અને વરસડાના વાસમોના કામ બાબતે અધિકારીઓને રીતસર ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે ઉધડા લઈ ખખડાવી નાખ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ પ્રાંત કચેરીના પ્રશ્નો, N.O.C ના પ્રશ્નો, વારંવાર બિન જરૂરી રીતે સરકારમા માર્ગદર્શન માટે મોકલાતા પત્રો બાબતે અધિકારીઓને બેઠકમા ખખડાવ્યા હતા.
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મેન્ગૃવના વૃક્ષોનું છેદન, સિંચાઈ તથા નેશનલ હાઈવેના પ્રશ્નો, નાના બારમણ ગામે તૂટેલા પાણીના ટાંકા બાબતે ચર્ચા કરી હતી. ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના કાચા ગાડા માર્ગના અધૂરા કામો વેહલી તકે પૂર્ણ કરવા, રફાળા મોટા મુંજીયાસર માર્ગ બાબતે, સબ સ્ટેશનના કનેક્શનો બાબતે સહિતના મુદે ચર્ચ કરવામાં આવી હતી. આ સિવાય બાકી રહેતા પેન્ડિંગ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેકટરએ, વિવિધ કચેરીઓના અધિકારી- કર્મચારીઓને સૂચના આપી હતી.
Input Credit- Jaydev Kathi- Amreli