અમરેલી: નશાકારક સિરપ મુદ્દે બાબરા ન.પા.ના મહિલા નગરસેવકના પતિ સામે પાસા હેઠળ કાર્યવાહી, ધકેલાયો જેલ- વીડિયો
અમરેલી: બાબરામાં નશાકારક સિરપ મુદ્દે આખરે મહિલા નગરસેવકના પતિ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની અટકાયત કરી અમદાવાદ જેલ મોકલવામાં આવ્યો છે. આરોપી મૂળશંકર તેરૈયા પાસેથી 65 લાખની કિંમતની નશીલી સિરપ ઝડપાઈ છે.
અમરેલીના બાબરા નગરપાલિકાના મહિલા સદસ્યના પતિ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. નશીલી સિરપ મામલે મહિલા નગરસેવકના પતિ સામે પાસા લગાવી અમદાવાદ જેલહવાલે કરવામાં આવ્યો છે. આરોપી મૂળશંકર તૈરૈયાના ગોડાઉન પરથી અલગ અલગ સમયે 65 લાખની કિંમતની નશીલી સિરપ ઝડપાઈ હતી. આરોપી સામે અલગ અલગ 4 ગુના નોંધાયા હતા.
આપને જણાવી દઈએ ભાજપના મહિલા નગરસેવકના પતિના ગોડાઉનમાં 1 ડિસેમ્બરના રોજ રેડ કરાઈ હતી, ત્યારે 4.50 લાખની કિંમતની આયુર્વેદિક સિરપની 3 હજાર બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલ સિરપને FSLમાં મોકલવામાં આવી હતી. જે નશીલી સિરપ નીકળતા તેમની સામે હાલ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : નર્મદા: આમ આદમી પાર્ટીની સભા એ ચૂંટણી માટેનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાને બનાવે છે હાથો: મનસુખ વસાવા- Video
આ અગાઉ પણ મહિલા નગરસેવકના પતિના ગોડાઉનમાંથી 60 લાખની કિંમતની 40 હજાર આયુર્વેદિક સિરપની બોટલો મળી આવી હતી. આ બંને કેસમાં તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
Input Credit- Raju Basia- Babra
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
