Amreli: એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત, બે લોકોના ઘટનાસ્થળે જ મોત- Video
Amreli: અમરેલીમાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. જેમા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ચલાલા- ખાંભા રોડ પર વાવડી પાસે બસે છકડાને ટક્કર મારી હતી. છકડામાં સવાર 4 પૈકી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોમાં એકની હાલત વધુ ગંભીર છે. ગંભીર રીતે ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પીએમ માટે ચલાલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
Amreli: અમરેલીમાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. છકડોમાં સવાર ચાર લોકો પૈકી 2 લોકોના મોત થયા છે. ચલાલા- ખાંભા રોડ પર વાવડી પાસે છકડાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર અન્ય બે લોકો પૈકી એકની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ભાવનગર લઈ જવાયા હતા. મૃતકોના મૃતદેહને પીએમ માટે ચલાલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે શનિવારનો દિવસ ઘણો ભારે રહ્યો. અલગ અલગ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટમાં ખાડાને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. આજી ડેમથી કોઠારિયા ચોકડી તરફ જવાના પુલ પર ખાડાના કારણે અકસ્માત થયો હતો. જેમા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ તરફ ભાવનગરમાં જેલમાં કાચા કામના કેદીનું મોત થયુ છે. અચાનક ચક્કર આવતા યુવાન ઢળી પડ્યો હતો. જેને હોસ્પિટલ ખેસડતા ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.
આ તરફ વડોદરામાં નશામાં ધૂત ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર કેયુર પટેલે દંપતીને અડફેટે લીધુ, જેમા પતિનું મોત થયુ હતુ અને પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો