Amreli : અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ, ખેલૈયાઓમાં ચિંતા- Video
Amreli: અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ચલાલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નવરાત્રી સમયે જ વરસાદ ખાબક્તા ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે. ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. આ તરફ કુંકાવાવ ગામમાં પણ સાંજના સમયે વરસાદ વરસ્યો હતો. અને મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા.
Amreli: અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી વાતાવરણ જામ્યો છો. ચલાલા અને આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ કુંકાવાવ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે મુખ્ય બજારો પાણી પાણી થઈ ગઈ છે. નવરાત્રીના તહેવાર સમયે જ ફરી વરસાદની શરૂઆત થતા ગરબા આયોજકોમાં ચિંતાનું મોજુ ફેલાયુ છે. તો આ તરફ ખેલૈયાઓમાં પણ ચિંતા ફેલાઈ છે.
આ પણ વાંચો : IND vs PAK Match: અમદાવાદમાં મેચને લઈ સૌથી કડક સુરક્ષા બંદોબસ્ત, ડ્રોનની રહેશે નજર, નહીં થાય કોઈ ભૂલ, જુઓ Video
આ તરફ જુનાગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરમાં બે કલાકમાં ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે ગીરનાર પર્વત પર પણ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ઠંડા પવન સાથે વાતાવરણ ફરી પલટાયુ હતુ.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો