Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિવિધ વિકાસકાર્યોની આપી ભેટ, સરદાર બાગનું કર્યું લોકાર્પણ,જુઓ Video
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે આજે અમદાવાદીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ગોતા અને ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદારબાગનું લોકાર્પણ કર્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે આજે અમદાવાદીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ગોતા અને ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદારબાગનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાણીપના અહવાડિયા તળાવ પાસે એક સાથે 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદલોડિયા વોર્ડમાં ઓશિયા હાઇપરમાર્ટ પાસે નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ રાણીપ વોર્ડમાં તળાવ પાસે આવેલા પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું છે. જે બાદ નવા વાડજ વિસ્તારમાં સૌરભ સ્કૂલ પાસે નવા બની રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપી.
મહત્વનું છે કે અમિત શાહે લાલ દરવાજા વિસ્તારમાં બનાવવામાં આવેલા સરદારબાગનું પણ લોકાર્પણ કર્યું છે. અંદાજે 12 કરોડથી વધુના ખર્ચે સરદારબાગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સરદારબાગને આજથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રસંગે અમિત શાહે સરદાર બાગમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
