માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, માઈનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું

કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સૂમસામ જોવા મળ્યા હતા. ટૂરિસ્ટ પર આધારિત વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા હતા.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jan 25, 2022 | 9:56 AM

ફરવા જવાની વાત આવે એટલે ગુજરાતીઓના મોઢે સૌથી પહેલું નામ માઉન્ટ આબુ (Mount Abu)નું હોય. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલું આ હિલ સ્ટેશન પોતાની પ્રાકૃત્તિક સુંદરતા અને ઐતિહાસિક ધરોહરને કારણે લોકપ્રિય છે. પરંતુ શિયાળામાં અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. અત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડી (cold)નો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે માઉન્ટ આબુની સ્થિતિ પણ કંઈક એવી જ છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે હિમવર્ષાને પગલે માઉન્ટ આબૂમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માઉન્ટ આબુમાં તાપમાન એક જ દિવસમાં નવ ડિગ્રી ગગડતા તાપમાન માઈનસ 4 ડિગ્રી થઈ ગયુંછે.

ગુજરાતીઓનું સૌથી નજીકનું અને મનપસંદ એવુ હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલમાં ઠંડીથી થીજી ગયુ છે. માઉન્ટ આબુમાં ઠંડા તોફાની પવનોના પગલે તાપમાનમાં 12 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. માઉન્ટ આબૂની જાણીતી હોટલો, મકાન, કાર અને મેદાનમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. પ્રવાસીઓ અને લોકો આકરી ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા.

કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સૂમસામ જોવા મળ્યા હતા. ટૂરિસ્ટ પર આધારિત વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા હતા. સ્થાનિકો જણાવે છે કે, મહિલાઓએ પાણીના માટલા આગથી નજીક રાખ્યા હતા જેથી તે થીજી ન જાય. રાત્રે નળના પાણી પણ થીજી ગયા હતા.

આ પણ વાંચો-

કોરોના સંક્રમિત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાની તબીયત લથડી, હાલ સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

આ પણ વાંચો-

Mandi: મહેસાણાની વિસનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4,255 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati