અંબાલાલ પટેલની આગાહી, આગામી સપ્તાહે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા, ક્યાં થશે માવઠા? જાણો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 8 થી 10 જાન્યઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આમ આગાહી સપ્તાહે વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરીના 8 થી 10મી તારીખની વચ્ચે કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે.
આ પણ વાંચોઃ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો રંગારંગ પ્રારંભ, ભારતમાં પ્રથમવાર આયોજન
અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ છે. આમ નવા વર્ષની શરુઆતે જ રાજ્યના ખેડૂતોને માટે ચિંતાની આગાહી થઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 05, 2024 04:29 PM
Latest Videos