આજનું હવામાન : રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં રેડ એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જે મુજબ 28 અને 29 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જે મુજબ 28 અને 29 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
રાજ્યમાં વંટોળ સાથે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વંટોળ સાથે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જેથી કાચા મકાન રહેતા લોકો અને પશુપાલકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી. 28 મેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 10 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 8 જૂન આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ

સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video

અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
