અંબાલાલ પટેલની આગાહી: ગરમીથી મળશે રાહત, ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં 16 મે પછી ગરમીથી રાહત મળશે. 18 થી 23 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હવે કાળજાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ, ગુજરાતમાં ધીરે ધીરે ગરમીથી છુટકારો મળશે. 16 મે બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, જે રાજ્યવાસીઓ માટે રાહતરૂપ બનશે.
પ્રી-મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ તો, 18 થી 23 મે સુધીમાં તે સક્રિય થશે. આ સમયગાળા દરમિયાન, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ગરમીમાં વધુ ઘટાડો જોવા મળશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 થી 15 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત, 1, 2, 3 અને 4 જૂનના રોજ કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 8 જૂનથી ઋષિ નક્ષત્રમાં પણ વરસાદ થવાની સંભાવના છે. સૌથી મહત્વપૂર્ણ આગાહી 23 થી 28 જૂન વચ્ચેની છે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન સારો વરસાદ પડી શકે છે.
ગુજરાતને મળશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ, જાણો વિગત
