આજનું હવામાન : બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ, જાણો તમારા જિલ્લાનું વાતાવરણ, જુઓ Video

આજનું હવામાન : બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ, જાણો તમારા જિલ્લાનું વાતાવરણ, જુઓ Video

| Updated on: Aug 09, 2024 | 10:08 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.તેમજ ધોળકા, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. તેમજ 15મી ઓગસ્ટ બાદ એટમોસ્ટફિયરીક વેવને લીધે બંગાળ ઉપસાગર સક્રિય થશે જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભરૂચ,ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પાટણ, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહીસાગર, નવસારી, પંચમહાલ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 

g clip-path="url(#clip0_868_265)">