ગુજરાતના વાતાવરણમા થશે જોરદાર ઉલટફેર! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો
ગુજરાતમાં હલ બેવડી ઋતુ ચાલી રહી છે. વહેલી સવારે સાધારણ ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણના પલટાને લઈને મોટી આગાહી કરી છે. આગામી સમયમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે.
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વહેલી સવારે સાધારણ ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. રાજ્યમાં આગામી 4 દિવસ ઠંડી વધશે અને ફરી કડકડતી ઠંડીનો અનુભવ થશે.
તો અંબાલાલ પટેલે ઉનાળા પહેલા ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 5 થી 7 માર્ચ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી સંપૂર્ણ બંધ, નિકાસબંધી અંગે નોટિફિકેશન ન આવવાથી અસમંજસ
Published on: Feb 21, 2024 08:21 PM
