અંબાજી મંદિર નવા વર્ષને લઈ સુંદર રોશનીથી સજાવવામાં આવ્યુ, શક્તિપીઠ ઝળહળી ઉઠ્યુ

નવા વર્ષને લઈ ધાર્મિક મંદિરોમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી છે. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે પણ ભક્તોની ભીડ નવા વર્ષે ઉમટી પડી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. દિવાળી અને નવા વર્ષને લઈ અંબાજી મંદિરને સુંદર રોશની વડે શણગારવામાં આવ્યુ હતુ. જેનાથી મંદિરના ઝળહળી ઉઠ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 5:37 PM

નવા વર્ષની સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી પડી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ રાજ્યના મંદિરમાં ઉમટી હતી. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ શ્રદ્ધાળુ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અંબાજી મંદિરે લાંબી કતારો ભક્તોની ઉમટી હતી.

આ પણ વાંચોઃ સાબરમતી નદીનો સાદોલિયા બ્રિજ હિંડોળા બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો! તોળાઈ રહ્યુ છે જોખમ

અંબાજી મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યુ છે. નવા વર્ષને લઈ સુંદર રોશની વડે સજાવવામાં આવ્યુ છે. જેને લઈ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યુ છે. મંદિર તહેવારોમાં સાંજ ઢળતા જ સુંદર ઝળહળી ઉઠે છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">