ગાંધીનગર : રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ, રાજ્યસભામાં હવે ગુજરાત કોંગ્રેસના માત્ર 1 જ સાંસદ

| Edited By: | Updated on: Feb 20, 2024 | 5:33 PM

ભાજપના 4 સાસંદો બિનહરીફ થતાં રાજ્યસભામાં ગુજરાતના 11 સાંસદોમાંથી 10 સાંસદ ભાજપના જ હશે. તો કોંગ્રેસમાંથી માત્ર એક જ સાંસદ હશે. ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. તો સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. જેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ભાજપના જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જશવંત સિંહ પરમાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ત્યારે રાજ્યસભામાં ભાજપના વધુ ચાર ઉમેદવાર સાંસદ બનશે. તો આ સાથે રાજ્યસભામાં ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ વધશે.

ભાજપના 4 સાસંદો બિનહરીફ થતાં રાજ્યસભામાં ગુજરાતના 11 સાંસદોમાંથી 10 સાંસદ ભાજપના જ હશે. તો કોંગ્રેસમાંથી માત્ર એક જ સાંસદ હશે. ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. તો સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

આ પણ વાંચો વડોદરા: વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરશે કેસરિયા, કોંગ્રેસ-આપ સહિતના 10 હજાર કાર્યકરો પણ ભાજપમાં જોડાશે