Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકલેશ્વરમાં 3 દાયકા બાદ Airstrip ને ગ્રીન સિગ્નલ મળ્યો, મે મહિનામાં પૂર્ણેશ મોદી ભૂમિપૂજન કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 4:18 PM

અંકલેશ્વર તાલુકાના અમરતપુરા થી માંડવા વચ્ચે નેશનલ હાઈવે ને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એરસ્ટ્રીપ શરૂ કરવા ગુજરાત સરકારે યોજના વિચારણા હેઠળ લીધી હતી. જમીન સંપાદન થયા બાદ અનેક વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે નિરાશા છવાઈ હતી.

નિકાસ દેશના અગ્રીમ વિસ્તારોની હરોળમાં એવા ભરૂચ(Bharuch) જિલ્લાને એરસ્ટ્રીપ(Airstrip)ની ભેટ મળવા જઈ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી એરસ્ટ્રીપની ચર્ચાઓ આખરે હકીકતમાં સાકાર થવા જઈ રહી છે. સૂત્રો અનુસાર ઉડીયન મંત્રી પૂર્ણૅશ મોદી(Purnesh Modi)એ મે મહિનામાં અંકલેશ્વર(Airstrip in Ankleshwar)માં એર સ્ટ્રીપના ભૂમિપૂજન કરી શકે છે. આ એરસ્ટ્રીપ ઉધોગોને કાર્ગો સેવા પૂરી પાડવામાં મદદ નીવડશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. ચાલુવર્ષના અંતિમ મહિનામાં ચૂંટણીના પડઘમ વાગવાના અહેવાલો વચ્ચે આ જાહેરાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં વર્ષ 1993 થી અમરપુરા પાસે એરસ્ટ્રીપ ઉભી કરવાનું રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.અગાઉ અંકલેશ્વરમાં એર કનેક્ટિવિટી માટે વર્ષ 2002 માં 84 હેક્ટર જમીનની ફાળવણી થઇ હતી.

અંકલેશ્વર તાલુકાના અમરતપુરા થી માંડવા વચ્ચે નેશનલ હાઈવે ને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એરસ્ટ્રીપ શરૂ કરવા ગુજરાત સરકારે યોજના વિચારણા હેઠળ લીધી હતી. જમીન સંપાદન થયા બાદ અનેક વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે નિરાશા છવાઈ હતી. હવે ઉડીયન મંત્રી પૂર્ણૅશ મોદી અંકલેશ્વર ખાતે આગામી મે મહિનામાં એર સ્ટ્રીપનું ભૂમિપૂજન કરનાર છે ત્યારે ચૂંટણી વર્ષમાં આ માત્ર ખતમુહૂર્ત પૂરતું સીમિત ન રહી વહેલી તકે એરસ્ટ્રીપ કાર્યરત થઈ કાર્ગો સેવાનો લાભ જિલ્લાના ઉધોગોને મળે તેમ તે પણ જરૂરી છે.

 

 

આ પણ વાંચો : FD Interest Rate : શું તમે ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? અહીં જાણો તમને કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

આ પણ વાંચો : અંકલેશ્વરમાંથી એકજ પરિવારના 4 બાળકો લાપતા બન્યા બાદ સુરતથી મળી આવ્યા, જાણો 4 ભાઈ બહેનોનો લાપતા બનવાથી સલામત મળી આવવાની કહાની

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 27, 2022 04:14 PM
g clip-path="url(#clip0_868_265)">