રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજી – 3500 કેમેરાની નજર

રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજી – 3500 કેમેરાની નજર

| Edited By: | Updated on: Jun 27, 2025 | 7:28 PM

અમદાવાદ શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 23,800થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. સાથોસાથ આ વર્ષે AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 3500થી વધુ કેમેરાથી રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજનજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની 148મી રથાયાત્રામાં પહેલીવાર બાળકો ઉપર 3500 કેમેરાથી નજર રાખવામાં આવી છે. AI ટેકનોલોજીની મદદથી બાળકો તેમના માતાપિતાથી વિખુટા ના પડે તે માટે ખાસ નજર રખાઈ રહી છે. ગયા વર્ષે નીકળેલી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાના રૂટ પર ઉમટેલી ભાવિક ભક્તોની ભીડમાં 65 બાળકો વિખુટા પડ્યા હતા. પોલીસે તે તમામ બાળકોને તેના માતાપિતા સાથે મેળાપ કરાવી આપ્યો હતો.

અમદાવાદ શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 23800થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. સાથોસાથ આ વર્ષે AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 3500થી વધુ કેમેરાથી રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજનજર રાખવામાં આવી રહી છે. કેટલાક સ્થળોએ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

 જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદની 148મી રથયાત્રા અંગે તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Published on: Jun 27, 2025 06:55 PM