AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની હવામાં વધતુ જઇ રહ્યુ છે ઝેર, સતત બીજા દિવસે બોપલનો AQI 321 નોંધાયો, જાણો અન્ય વિસ્તારની સ્થિતિ

અમદાવાદની હવામાં વધતુ જઇ રહ્યુ છે ઝેર, સતત બીજા દિવસે બોપલનો AQI 321 નોંધાયો, જાણો અન્ય વિસ્તારની સ્થિતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 9:58 AM
Share

અમદાવાદ (Ahmedabad) શહેરમાં હવામાં ઠંડક વધતાની સાથે જ હવે હવા ઝેરી બની છે. સતત હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે. જે શહેરીજનો માટે ચિંતાજનક બાબત છે. સતત બીજા દિવસે પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે

દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં પણ પ્રદૂષણની માત્રા દિવસે દિવસે વધતી જઇ રહી છે. અમદાવાદ શહેરમાં હવામાં ઠંડક વધતાની સાથે જ હવે હવા ઝેરી બની છે. સતત હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે. જે શહેરીજનો માટે ચિંતાજનક બાબત છે. સતત બીજા દિવસે પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે.

સૌથી વધુ પ્રદૂષણ બોપલમાં નોંધાયુ

સતત બીજા દિવસે બોપલનો AQI 321 નોંધાયો છે. જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 301 નોંધાયો છે. AQIના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200થી 300 વચ્ચેના AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેના AQIને અત્યંત ખરાબ ગણાય છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી જઇ રહી છે. એ વાત સ્વિકાર્યા સિવાય છૂટકો નથી. આમ દિલ્લી બાદ અમદાવાદ માટે વધતું જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બનતી જઇ રહી છે.

કોરોનાકાળના બે વર્ષ બાદ અમદાવાદવાસીઓએ આ વર્ષે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી. જો કે દિવાળી બાદ અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયુ છે. દિવાળીમાં અમદાવાદમાં અઢળક ફટાકડા ફોડ્યા બાદ હવા પ્રદૂષિત થઇ છે. પ્રદૂષણના કારણે શહેરના AQIમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ માટે વધતુ જતુ પ્રદુષણ એક ગંભીર સમસ્યા બનતી જઇ રહી છે.

અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ

તહેવારોની સિઝનમાં આ પ્રદુષણની માત્રા વધી જતી હોય છે તેમાય તે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ, દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે, પરતું તેને ખ્યાલ સુદ્ધા પણ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામાં ભળે છે, ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ વધી જાય છે. આમ દિવાળીના તહેવારમાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી ગયો છે.

(વિથ ઇનપુટ- રોનક વર્મા, અમદાવાદ)

g clip-path="url(#clip0_868_265)">