ઝેપ્ટોનો વાસી ખેલ…! ક્લાસ-1 અધિકારીને પધરાવ્યા ફંગસવાળા પાઉં, ફરિયાદ છતાં ‘તંત્ર મૌન’ – જુઓ Video

| Edited By: | Updated on: Apr 19, 2026 | 5:13 PM

અમદાવાદના મોટેરા વિસ્તારમાં ઓનલાઇન ડિલિવરી એપ 'ઝેપ્ટો'ની મોટી બેદરકારી સામે આવી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારીએ ઓર્ડર કરેલા પાઉં પર ફંગસ જોવા મળી હતી. આ બાબતે ફરિયાદ કરવા છતાં સ્ટોર માલિકે દાદાગીરી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં ઓનલાઇન ગ્રોસરી ડિલિવરી કરતી કંપનીઓ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા ક્લાસ-1 ના અધિકારી મોટેરા સ્થિત ઝેપ્ટો (Zepto) બ્રાંચના વાસી ખોરાકનો શિકાર બન્યા છે. અધિકારીએ ઓર્ડર કરેલા પાઉં પર ફંગસ (ફૂગ) જોવા મળતા ખળભળાટ મચી ગયો છે.

આ ઘટનાની વિગતો મુજબ, મોટેરા ઝેપ્ટો સ્ટોર પરથી મંગાવેલા પાઉં વાસી હોવાનું ખબર પડતા અધિકારીએ આ અંગે સ્ટોર માલિકને ફરિયાદ કરી હતી. જો કે, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સ્ટોર માલિકે અધિકારી સામે દાદાગીરી કરી પોતાની મનમાની ચલાવી હતી. સ્ટોર માલિકના આવા વર્તન બાદ અધિકારીએ તાત્કાલિક સ્થળ પર પોલીસ બોલાવી સ્ટોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

માત્ર પોલીસ જ નહીં, અધિકારીએ આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં પણ ફરિયાદ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, એક ક્લાસ-1 અધિકારી દ્વારા ગંભીર પુરાવાઓ સાથે ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કાર્યવાહીના નામે માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. તંત્રની આ ઢીલી નીતિને કારણે હવે સામાન્ય જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

Breaking News : અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની ખરીદીનો ભારે ધસારો, શુભ મુહૂર્ત અને સ્થિર ભાવ, જુઓ Video

Follow Us