અમદાવાદમાં રોગચાળો વકર્યો, છેલ્લા 2 મહિનામાં મચ્છરજન્ય રોગોથી 25 લોકોના મૃત્યુ થયા

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા સરકારી સાથે ખાનગી હોસ્પિટલમાં પણ ઇનડોર કેસો અને OPDમાં વધારો થયો છે.

AHMEDABAD : અમદાવાદમાં કોરોનાના કેસો ઓછા થતા હવે રોગચાળો વકર્યો છે. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ રોગચાળો વકરતા ચિંતામાં વધારો થયો છે. ડેન્ગ્યું અને ચીકનગુનિયાના નોંધપાત્ર કેસો સામે આવી રહ્યા છે. ડેન્ગ્યું અને ચીકનગુનિયાને કારણે મૃત્યુ થયા હોવાના કેસો પણ સામે આવ્યા છે. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખોટા આંકડાઓ રજૂ કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા સરકારી સાથે ખાનગી હોસ્પિટલમાં પણ ઇનડોર કેસો અને OPDમાં વધારો થયો છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમના પ્રમુખ ડો.ભરત ગઢવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનામાં મચ્છરજન્ય રોગોથી 25 લોકોના મૃત્યુ થયા છે. હોસ્પિટલોમાં છેલ્લા 3 મહિનામાં છે. ડેન્ગ્યું અને ચીકનગુનિયાના દર્દીઓ વધ્યા છે. 30 જેટલી ખાનગી હોસ્પિટલોમાં એક જ અઠવાડિયામાં 1500 જેટલા કેસો નોંધાયા છે.

દર વર્ષે મચ્છરજન્ય રોગોના કેસો સામે આવતા જ હોય છે, પણ આ વર્ષે મચ્છરજન્ય રોગોના કેસોમાં ગતવર્ષ કરતા નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે. જો મચ્છરોનો ઉપદ્રવ રોકવામાં યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો આ રોગચાળો આટલી હદે ન વકરે. લેબોરેટરીમાં દરરોજ મોટી સંખ્યામાં રીપોર્ટ પણ થઇ રહ્યા છે.

આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

Click on your DTH Provider to Add TV9 Gujarati