ગુજરાત યુનિવર્સીટી દ્વારા કથિત ગેરરીતિના કેસમાં યુજીસીની સમિતિએ તપાસ શરૂ કરી

ગુજરાત યુનિવર્સિટી પર 17.62 કરોડની કથિત નાણાકીય ગેરરીતિનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે મનીષ દોશી મુખ્ય ફરિયાદી છે તેમને પણ આ તપાસને લઈને બોલાવવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સીટીમાં(Gujarat University)યુજીસીની(UGC)તપાસ કમિટિએ ધામા નાંખ્યા છે. જેમાં બે અલગ અલગ કથિત ગેરરીતિના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. પરીક્ષા સમિતીના કથિત કૌભાંડમાં તપાસ કરવામાં આવી રહી છે. યુજીસીની ભલામણોથી વિપરીત ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ લાગ્યા છે..

ગુજરાત યુનિવર્સિટી પર 17.62 કરોડની કથિત નાણાકીય ગેરરીતિનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે મનીષ દોશી મુખ્ય ફરિયાદી છે તેમને પણ આ તપાસને લઈને બોલાવવામાં આવ્યા છે. તેમને આ કૌભાંડ અંગેના પૂરાવા રજૂ કરવાના કહ્યા છે. તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો તેમ છતા પરીક્ષા ખર્ચમાં વધારો જોવા મળ્યો હોવાનો પણ આક્ષેપ પણ કર્યો છે . આ તમામ આક્ષેપો અંગે યુજીસીની તપાસ કમિટિ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં 10 વર્ષ અગાઉ પરીક્ષા ફી ખર્ચમાં ગોટાળા અને UGCએ આપેલ ગ્રાન્ટમાંથી જરૂર ના હોવા છતાં કોમ્પ્યુટરની ખરીદી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના મમલે 10 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટી વિરુધ્ધ તપાસ કરવા વિજિલન્સ ટીમ અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીથી ટીમ આવી હતી. જેણે ફરિયાદીને સાથે રાખીને તપાસ શરૂ કરી છે.

જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2006 થી 2011 દરમિયાન વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતાં ખર્ચમાં વધારો બતાવવામાં આવ્યો હતો. 5 વર્ષમાં 73,000 જેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતાં 19.68 કરોડનો ખર્ચ વધારે બતાવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શરદોત્સવ ઉજવાયો, સંતો અને હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી

આ પણ વાંચો : ગુજરાતમાં 20 લાઇટ હાઉસ સ્થળને ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે : સર્બાનંદ સોનોવાલ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati