Ahmedabad: રાણીપમાં રહે છે હેડ ક્લાર્ક પેપર લીકનો આરોપી મહેશ પટેલ, ચોધાર આંસુએ રડી રહ્યો છે પરિવાર

Ahmedabad: Tv9ની ટીમ હેડ ક્લાર્ક પેપર લીક કેસના આરોપી મહેશ પટેલના ઘરે પહોંચી હતી. ચાલો જાણીએ શું કહ્યું તેમના પાડોશીઓએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:45 PM

Head clerk paper leak: હેડ ક્લાર્ક પેપર લીકકાંડની તપાસના તાર અમદાવાદ (Ahmedabad) સુધી પહોંચ્યા છે. પેપર લીકના આરોપીઓમાંથી મહેશ પટેલ નામનો આરોપી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે TV9ની ટીમ જ્યાં મહેશ પટેલ રહે છે ત્યાં રાણીપમાં આવેલા એપાર્ટમેન્ટમાં પહોંચી. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે મહેશ ખાનગી હોસ્પિટલમાં મેનેજમેન્ટનું કામ કરે છે. તેના હાથ નીચે 50 લોકોની ટીમ કામ કરે છે.

મહેશ પટેલના પરિવારમાં માતા-પત્ની અને એક બાળક છે. મહેશની પત્ની હાલ પ્રેગ્નેટ છે. મહેશ પટેલનો પરિવાર સમગ્ર વાતથી અજાણ છે. આરોપીમાં મહેશનું નામ સામે આવતા તેનો પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે.

પેપર લીક કેસમાં એક બાદ એક નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. પેપર લીકની સરકારની કબુલાત બાદ ખુલ્યું છે કે પેપર ફુંટયા બાદ એક-એક પેપરને 10થી 15 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. અને, આ પેપરો 4 જગ્યાએ સોલ્વ કરાવવામાં આવ્યા હતા. બીજી તરફ આ કેસમાં કુલ 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને, આ કેસમાં અમદાવાદ કનેક્શન ખુલ્યું છે. અને, અમદાવાદના ન્યુ રાણીપના એક આરોપીનો પણ એફઆઇઆરની ફરિયાદમાં ઉલ્લેખ છે.

 

આ પણ વાંચો: Paper leak કેસમાં મોટો ખુલાસો, પેપર 10થી 15 લાખમાં વેચવામાં આવ્યા, જાણો એફઆઇઆરમાં કોનો-કોનો છે ઉલ્લેખ ?

આ પણ વાંચો: Tv9 Exclusive: આ રીતે થયો પેપર લીક કાંડ! કોણે ક્યાંથી કોને આપ્યું પેપર? કોણે કરાવ્યું સોલ્વ? જાણો સમગ્ર માહિતી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">