Paper leak કેસમાં મોટો ખુલાસો, પેપર 10થી 15 લાખમાં વેચવામાં આવ્યા, જાણો એફઆઇઆરમાં કોનો-કોનો છે ઉલ્લેખ ?

એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે.જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઇની મિલીભગતથી આ પેપર ફોડયું હતું. અને, પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:31 PM

પેપર લીક કેસમાં એક બાદ એક નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. પેપર લીકની સરકારની કબુલાત બાદ ખુલ્યું છેકે પેપર ફુંટયા બાદ એક-એક પેપરને 10થી 15 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. અને, આ પેપરો 4 જગ્યાએ સોલ્વ કરાવવામાં આવ્યા હતા. બીજી તરફ આ કેસમાં કુલ 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને, આ કેસમાં અમદાવાદ કનેક્શન ખુલ્યું છે. અને, અમદાવાદના ન્યુ રાણીપના એક આરોપીનો પણ એફઆઇઆરની ફરિયાદમાં ઉલ્લેખ છે.

નોંધનીય છેકે એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે.જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઇની મિલીભગતથી આ પેપર ફોડયું હતું. અને, પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા. તો આરોપી ધ્રુવ બારોટે પણ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. તો એ પણ સામે આવ્યું છેકે આરોપી દેવલ પટેલના ઘરે પેપરને પહેલા સોલ્વ કરવામાં આવ્યું હતું. અને, દેવલ પટેલને તેના સસરા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા આ પેપર મળ્યું હતું. કુલ ચારથી પાંચ આરોપીઓએ પેપર સોલ્વ કર્યું હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે.

એફઆઇઆરમાં આરોપી તરીકે આ 10 નામોનો ઉલ્લેખ થયો છે.

1) જયેશભાઇ પટેલ, ઉંછા-પ્રાંતિજ 2) જશવંતભાઇ પટેલ, ઉંછા-પ્રાંતિજ 3) દેવલભાઇ પટેલ, ઉંછા-પ્રાંતિજ 4) ધ્રુવ ભરતભાઇ બારોટ, વિરાટનગર-હિંમતનગર 5) મહેશકુમાર પટેલ, રાણીપ-અમદાવાદ 6) ચિંતન પટેલ, વદરાડ-પ્રાંતિજ 7) કુલદીપકુમાર પટેલ, કાણીયોલ-હિંમતનગર 8) દર્શન વ્યાસ, મહાવીરનગર-હિંમતનગર 9) સતિષ ઉર્ફે હેપ્પી પટેલ, પાટના કુવા-તલોદ, સાબરકાંઠા 10) મહેન્દ્રભાઇ પટેલ, પોગલુ-હિંમતનગર.

પેપર લીક કેસમાં 10 આરોપીઓ સામે એફઆઇઆર નોંધાઇ

 

હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે.જેમાં અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના મહેશ પટેલ, હિંમતનગરના પ્રાંતિજના ચિંતન પટેલ, હિંમતનગરના ધ્રુવ બ્રારોટ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ તેમજ હિંમતનગરના કાણયોલના કુલદીપ પટેલની ધરપકડ કરાઈ છે. ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિઓ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. 24 થી વધારે પોલીસની ટીમો આ કેસમાં કાર્યરત હતી.

પેપરલીક કરનારા લોકોને કડકમાં કડક સજા કરાશે, ગુનાના મુળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે. પહેલાં ક્યારેય પગલાં ના લેવાયા હોય તેવા પગલાં આ કેસમાં લેવાશે. એવી કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં કોઈ ફરીવાર પેપર લીક કરવાની કોશિષના કરે. ગુનાગારો વિરુદ્ધ વધુમાં વધુ કલમો ઉમેરાશે. કેસના મુળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તેના પર નિર્ણય લેવાશે.

પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા..એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા.ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

 

 

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">