હેલ્મેટ ન પહેરનારા સાવધાન ! અમદાવાદમાં માત્ર 15 દિવસમાં હેલ્મેટ વિના ડ્રાઇવ કરનારા 28,099 કેસ નોંધાયા, જેમની પાસેથી રુ. 1,31,87,100 નો દંડ વસુલાયો

હેલ્મેટ ન પહેરનારા સાવધાન ! અમદાવાદમાં માત્ર 15 દિવસમાં હેલ્મેટ વિના ડ્રાઇવ કરનારા 28,099 કેસ નોંધાયા, જેમની પાસેથી રુ. 1,31,87,100 નો દંડ વસુલાયો

Ronak Varma
| Edited By: | Updated on: Aug 20, 2024 | 11:45 AM

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલ અકસ્માતોને લઈ થોડા દિવસ પહેલા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ છે. રાત્રે 3 વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવર જવર રહે છે. હેલ્મેટ અંગે તથા ટ્રાફિકની સમસ્યા મામલે પોલીસની કામગીરી પર પણ હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મામલે ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ છે. 01 ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી કરાયેલી કામગીરી નો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો છે. જેમાં અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસે કોર્ટમાં સ્વીકાર કર્યો છે. સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતું હોવાની ટ્રાફિક પોલીસે કબુલાત કરી છે.

મહત્વની વાત એ છે કે 15 દિવસમાં પોલીસે ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધ્યા છે. જેની સામે 60.09 લાખનો દંડ વસુલ્યો છે. ગેરકાયદે પાર્કિંગ બદલ 3,338 વાહનોને ટો કરવામાં આવ્યા છે. જે બદલ 22,94,700 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જે પૈકી 236 ગુના નોંધવામાં આવ્યા છે, જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ નોંધવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમો તોડનાર લોકો સામે 71 ગુના નોંધાયા છે.

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલ અકસ્માતોને લઈ થોડા દિવસ પહેલા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ છે. રાત્રે 3 વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવર જવર રહે છે. હેલ્મેટ અંગે તથા ટ્રાફિકની સમસ્યા મામલે પોલીસની કામગીરી પર પણ હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.

હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતુ કે હેલ્મેટ વિનાના લોકોને દંડવવામાં આવે છે પરંતુ તેમ છતાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તેનો શું અર્થ ? હાઈકોર્ટે સમસ્યા અંગે આગામી 15 દિવસમાં ટુ વ્હિલર વાહન ચલાવનાર અને પાછળ બેસનારને બંનેને હેલ્મેટ ફરજિયાત કરવા હુકમ કર્યો હકો. સાથે જ ટ્રાફિક અને રોંગ સાઈડ આવતા વાહનોને કંટ્રોલ કરવાનો આદેશ આપ્યો હતો. જે પછી ટ્રાફિક પોલીસે કરેલી કામગીરીનું સોગંદનામુ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યુ છે.

1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી જુદા જુદા ગુનાઓ સામે નોંધેલા કેસ અને દંડ

  1.  સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ 3300 કેસ કરવામાં આવ્યા જ્યારે 14,86,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો
  2. રોંગ લેન ડ્રાઇવિંગ બદલ 20 કેસ કરવામાં આવ્યા 10,000 નો દંડ
  3.  ટુ વ્હીલર પર બેથી વધુ લોકો સામે 2,933 કેસ કરવામાં આવ્યા જે પૈકી 2,99,600 દંડ વસૂલ કરાયો
  4.  હેલ્મેટ વિના 28,099 કેસ 1,31,87,100 નો દંડ વસુલાયો.
  5.  નો પાર્કિંગ બદલ 15312 કેસ જેમાં 8303700 દંડ વસૂલ કરાયો
  6.  વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ 486 ગુના 2,43,500 દંડ
  7.  રીક્ષામાં ડ્રાઇવર સીટ પર મુસાફરો બેસાડવા બદલ 2548 કેસ કરાયા જેમાં 12,93,500 નો દંડ વસૂલાયો
  8.  દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ બદલ 324 કેસ 14,81,000 નો દંડ વસૂલ કરાયો
  9.  ફેન્સી નંબર પ્લેટ બદલ 245 કેસ જ્યારે 89700 નો દંડ વસૂલાયો
  10.  ગાડીમાં ડાર્ક ફિલ્મ ના ઉપયોગ બદલ 378 કેસ અને એક વખત 1,94,600 નો દંડ વસૂલાયો
  11.  ભયજનક ડ્રાઇવિંગ બદલ 1688 કેસ અને 34 લાખ 76 હજાર નો દંડ વસૂલ કરાયો
  12.  ઓવર સ્પીડિંગ બદલ 4652 કેસ અને 10387500 દંડ વસૂલાયો
  13.  રેડ લાઈટ વાયોલેશન બદલ 30,868 કેસ 21260700 દંડ વસૂલાયો

g clip-path="url(#clip0_868_265)">