AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિડીયો : નળ સરોવર ખાતે વિદેશી પક્ષીઓનું આગમન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું

વિડીયો : નળ સરોવર ખાતે વિદેશી પક્ષીઓનું આગમન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 8:29 AM
Share

ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ નળ સરોવર આવે છે.ખાસ કરીને ફ્લેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

ગુજરાતમાં(Gujarat)  પક્ષીઓનું સ્વર્ગ સમાન સ્થળ એટલે નળસરોવર. દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે જ દેશ વિદેશના પક્ષીઓ અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં નળસરોવર(Nalsarovar) તરફ નજર કરતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે પણ નળ સરોવરમાં પક્ષીઓનું(Birds) આગમન થઇ ચૂક્યું છે. કોરોનાના કેસ  ઘટતા મોટી સંખ્યામાં સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે.

મહત્વનું છે કે ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે…ખાસ કરીને ફ્લેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે.આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ અહીં રહેઠાણ બનાવી લે છે.

નળ સરોવરમાં ૨૫૦થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે. આઉપરાંત ૭૨ જાતિની માછલીઓ, ૪૮ જાતની લીલ, ૭૨ જાતિની સુષુપ્ત વનસ્પતિઓ, ૭૬ જાતની જળચર પ્રાણીઓ અહીં રહેલા છે.આ બધાને નિહાળવા ડિસેમ્બર મહીનાથી ખુબ જ મોટી સંખ્યામાં દુર દુરથી મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે.

આ વર્ષે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય સરોવર ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ પર્યટકો નળસરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ-રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે. તેમજ વધુમાં આ વર્ષે વધુ વરસાદને લઈને નળસરોવર સમગ્ર સરોવરમાં પાણીના મોટી આવકથી પક્ષીઓને પણ વધુ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :  ગોંડલ અકસ્માતના મૃતકોના વારસોને રાજય સરકારે સહાયની જાહેરાત કરી

આ પણ વાંચો : આ શિયાળુ સત્રમાં બેંકોના ખાનગીકરણ પર થશે કામ, સરકાર લાવશે કાયદો, પછી થશે પ્રાઈવેટાઈઝેશન

Published on: Nov 24, 2021 08:22 AM
g clip-path="url(#clip0_868_265)">