AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: અફઘાનિસ્તાન સામે મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ બેટ ચલાવ્યુ દે ધના.. ધન.., જાડેજાએ ચલાવ્યા છગ્ગા, જુઓ Video

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ની બે મેચમાં કોઈ ખાસ કામ કર્યું નથી. જોકે તેને બોલિંગમાં એક પણ વિકેટ મળી નથી તો બેટિંગમાં પણ ખાસ કંઈ રન બનાવ્યા નથી.

T20 World Cup 2021: અફઘાનિસ્તાન સામે મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ બેટ ચલાવ્યુ દે ધના.. ધન.., જાડેજાએ ચલાવ્યા છગ્ગા, જુઓ Video
Ravindra Jadeja
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 4:58 PM
Share

ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup) માં ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી કંઈ જ સારું કર્યુ નથી. ન તો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટોસ જીતી શક્યો છે અને ન તો બેટ્સમેન રન બનાવી શક્યા છે. તો વળી બોલર વિકેટ લઈ શકતા નથી. ફિલ્ડિંગ પણ શાનદાર નથી દેખાડી, તો ઓપનરો પણ નિષ્ફળ રહ્યા છે. મિડલ ઓર્ડર પણ નિષ્ફળ જઈ રહ્યો છે અને ફિનિશર્સ પણ ચૂપ છે. આવી સ્થિતિમાં હવે બાકીની ત્રણ મેચમાં સન્માનનો સવાલ આવી ગયો છે.

ટીમ ઈન્ડિયા (Team India) આજે 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાવાની છે. આ મેચ રસપ્રદ બની શકે છે. આ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પોતાનો પુરો જીવ લગાવી દીધો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને ફિનિશરની ભૂમિકા ભજવી રહેલા રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ અફઘાન ટીમને મેચ પહેલા તેની તૈયારીથી એક પ્રકારની ચેતવણી આપી છે.

રવિન્દ્ર જાડેજાએ મેચ પહેલા બેટિંગમાં ઘણો પરસેવો પાડ્યો હતો. નેટ્સમાં તેણે લાંબા શોટ મારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જોરદાર શોટ પણ માર્યા. BCCIએ રવિન્દ્ર જાડેજાની બેટિંગ પ્રેક્ટિસનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આમાં તે તમામ બેટ્સમેનોને પછાડતો જોવા મળે છે. જ્યારે બોલ તેના બેટ સાથે અથડાય છે, ત્યારે એક અદ્ભુત અવાજ આવે છે અને બોલ બાઉન્ડ્રીની પહેલા અટકતો નથી.

આ દરમિયાન જાડેજાએ થ્રો ડાઉન નિષ્ણાતની સામે પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ રોહિત શર્માના બોલ પણ રમ્યો અને તમામ શોટ ફટકાર્યા. આ દરમિયાન તેણે આગળના તબક્કામાં ઘણા શોટ ફટકાર્યા હતા. જેના પર બોલર ઘણી વખત પોતાનો બચાવ કરતો જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ પણ આ શોટ્સની પ્રશંસા કરી હતી. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, ‘વોટ અ હીટ રવિન્દ્ર જાડેજા.

જાડેજા કિવી ટીમ સામે ફોર્મમાં જોવા મળ્યો હતો

રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપની બે મેચમાં કોઈ ખાસ કામ કર્યું નથી. જોકે તેને બોલિંગમાં એક પણ વિકેટ મળી નથી, તો બેટિંગમાં પણ કંઈ ખાસ રન બનાવ્યા નથી. તે પાકિસ્તાન સામે 13 રન બનાવી શક્યો હતો. આ સાથે જ જાડેજાએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અણનમ 26 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે ટીમ ઈન્ડિયાને 100 રનથી આગળ લઈ ગયા હતા. તેણે છેલ્લી ઓવરમાં કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા. જો કે ટીમ ઈન્ડિયા આગામી મેચોમાં તેની પાસેથી વધુ સારી રમતની અપેક્ષા રાખશે.

જાડેજાએ તાજેતરમાં IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફિનિશરની ભૂમિકા ભજવી હતી. અહીં તેણે શાનદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન આરસીબી સામેની મેચમાં 37 રન બનાવ્યા હતા. ત્યારબાદ KKR સામેની મેચમાં પણ તેણે પોતાની જોરદાર બેટિંગથી CSKને જીત અપાવી હતી. હવે જોવાનું એ રહેશે કે અફઘાનિસ્તાન સામે બેટિંગની વાત આવે ત્યારે જાડેજા કેવો દેખાવ કરે છે.

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાને સેમી ફાઈનલમાં, ગ્રુપ-2 માંથી બીજા સ્થાન માટે ટીમ ઇન્ડિયા સહિત બાકીની ટીમોની કેવી છે સ્થિતી, જાણો

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા સામે હવે અફઘાનિસ્તાન પણ જીતના સપના જોવા લાગ્યુ, સેમિફાઇનલની સરળ ‘તક’ છે અફઘાન પાસે

g clip-path="url(#clip0_868_265)">