Breaking News : અમદાવાદમાં યુવતીએ 14મા માળેથી લગાવી છલાંગ, પ્રેમી અને તેના મિત્રએ અશ્લીલ વીડિયો બનાવી કરી હતી બ્લેકમેઇલ, જુઓ Video
ચાંદખેડામાં એક યુવતીએ 14મા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો છે. તેના પ્રેમી મોહિત મકવાણા અને તેના મિત્રએ અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઇલ કર્યું હતું.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચોંકાવનાર ઘટના સામે આવી છે. અહીં રહેતી એક યુવતીએ ઈમારતના 14મા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, યુવતીના મોહિત મકવાણા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. આરોપ છે કે, મોહિત અને તેના એક મિત્રએ મળીને યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી તેનું બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું.
યુવતીએ અગાઉ આ વીડિયો મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રેમી મોહિતની હાજરીમાં વીડિયો ડિલીટ કરાવ્યો હોવાની માહિતી છે. જોકે ત્યાર બાદ પણ આરોપીઓ ફરીથી યુવતીને બ્લેકમેઇલ કરતા રહેતા હતા.
આ પહેલા યુવતીએ પ્રેમીને રૂપિયા 6 હજાર આપ્યા હતા અને પોતાની સોનાની ચેઈન પણ ગીરવે મુકી હતી, પરંતુ સતત થતા ત્રાસથી યુવતીમાં હિંમત તૂટતા આખરે તેણે જીવ ગુમાવી દીધો.
પોલીસે હાલ આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તફતીશ હાથ ધરી છે.