શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને શિક્ષકો અને સરકાર સામસામે, શિક્ષકોએ સર્વેક્ષણ રદ્દ કરવાની માંગ કરી

શૈક્ષિક મહાસંઘનો આક્ષેપ છે કે, શિક્ષકોને સર્વેક્ષણમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો સર્વેક્ષણ મરજિયાત હોય તો શા માટે પરીક્ષા લેવામાં આવે છે.

AHMEDABAD : રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે..આ સર્વેક્ષણના મુદ્દે શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ સર્વેક્ષણને રદ કરવામાં આવે તેવી માગ કરી છે.જેને લઈને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ વચ્ચે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં. શૈક્ષિક મહાસંઘનો આક્ષેપ છે કે, શિક્ષકોને સર્વેક્ષણમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો સર્વેક્ષણ મરજિયાત હોય તો શા માટે પરીક્ષા લેવામાં આવે છે. મહત્વનું છે કે, આવતીકાલે 24 ઓગષ્ટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાવાનો છે. જેમા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના બે લાખ શિક્ષકોનું સર્વેક્ષણ થશે. જેનો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે વિરોધ દર્શાવ્યો છે.અને આ સર્વેક્ષણ રદ કરવાની માગ ઉઠાવી છે.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને શિક્ષકો અને સરકાર સામસામે આવી ગયા છે. ગાંધીનગર કંટ્રોલ અને કમાંડ સેન્ટર ખાતે શિક્ષકો ભેગા થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ સર્વેક્ષણનો બહિષ્કાર કરવાના પણ શપથ લીધા છે.તેમણે આક્ષેપ કર્યો કે, શિક્ષણ વિભાગમાં રૂપિયાના જોરે ટ્રાન્સફર સહિતના કામો થાય છે.શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તેમણે શિક્ષણ પ્રધાનને હટાવવાની પણ માગ કરી છે.

આ પણ વાંચો : 8 વર્ષ પહેલા ગુમ થયેલા બાળકના મોતનું ખુલ્યું રહસ્ય, અચાનક મળી આવી બાળકની લાશ, પોલીસ પણ ચોંકી ઉઠી

આ પણ વાંચો : Girsomnath : શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તો ઉમટયાં

Click on your DTH Provider to Add TV9 Gujarati