Breaking News : અમદાવાદ બનશે સોલાર સિટી, આ બિલ્ડિંગોને હવે સોલાર પેનલ વગર નહીં મળે BU પરમિશન?

Breaking News : અમદાવાદ બનશે સોલાર સિટી, આ બિલ્ડિંગોને હવે સોલાર પેનલ વગર નહીં મળે BU પરમિશન?

| Updated on: Nov 05, 2026 | 3:02 PM

અમદાવાદ મહાનગરપાલિકા સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવા નો સોલાર, નો BU પરમિશન નીતિ વિચારણા હેઠળ છે. નવા AMC બિલ્ડિંગ્સ અને સરકારી મકાનો માટે સોલાર પેનલ ફરજિયાત કરાશે.

અમદાવાદમાં સોલાર એનર્જીના ઉપયોગને વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની ધાર્મિક સંસ્થાઓ અને AMCની ઇમારતો પર સોલાર પેનલ લગાવવાની કામગીરી ઝડપી કરવામાં આવી છે. આ ઉપરાંત, કોર્પોરેશનના નવા બનનારા બિલ્ડિંગ્સમાં સોલાર પેનલ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આગામી સમયમાં, અન્ય સરકારી મકાનો માટે પણ સોલાર પેનલ ફરજિયાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ “નો સોલાર, નો BU પરમિશન” (No Solar, No Building Use Permission) નીતિનો છે. આ નીતિ અમલી બનશે તો સોલાર પેનલ વિના BU પરવાનગી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

પાલિકાને અત્યાર સુધીમાં 345 ધાર્મિક સંસ્થાઓ તરફથી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે અરજીઓ મળી હતી. જેમાંથી 200 સંસ્થાઓમાં સોલાર પેનલ સફળતાપૂર્વક સ્થાપિત થઈ ચૂકી છે અને બાકીની 145 સંસ્થાઓને પણ સોલાર એનર્જીથી સજ્જ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં સ્વચ્છ અને હરિયાળી ઉર્જાનો પ્રસાર કરવો અને વીજળીની બચત કરવાનો છે. ધાર્મિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ અને ઓડિટેડ ટ્રસ્ટના કાગળોના આધારે સોલાર સુવિધા પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય અમદાવાદને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.

સાબર ડેરીની વધુ એક લાલિયાવાડી! સાબરકાંઠામાં ખરાબ દાણથી પશુઓ બીમાર, ડેરી વ્યવસ્થા સામે સવાલ, જુઓ Video

 

 

Follow Us
Loading...
Unable to load recommendations.