AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબર ડેરીની વધુ એક લાલિયાવાડી! સાબરકાંઠામાં ખરાબ દાણથી પશુઓ બીમાર, ડેરી વ્યવસ્થા સામે સવાલ, જુઓ Video

સાબરકાંઠામાં સાબર ડેરીની ચૂંટણી વચ્ચે મહિલા પશુપાલકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ઇડરના જાદર ગામની મહિલાઓનું કહેવું છે કે ડેરી દ્વારા આપવામાં આવતું દાણ અત્યંત ખરાબ ગુણવત્તાનું છે, જેના કારણે પશુઓ બીમાર પડી રહ્યા છે.

Breaking News : સાબર ડેરીની વધુ એક લાલિયાવાડી! સાબરકાંઠામાં ખરાબ દાણથી પશુઓ બીમાર, ડેરી વ્યવસ્થા સામે સવાલ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2026 | 1:49 PM
Share

સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરીના ચેરમેનની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે પશુપાલકોનો અવાજ પણ તેજ બન્યો છે. ટીવી9ની ટીમે ઇડર તાલુકાના જાદર ગામે પહોંચીને પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમની રોજિંદી મુશ્કેલીઓ અને ડેરી વ્યવસ્થા પ્રત્યેની નારાજગી સામે આવી છે.

મહિલા પશુપાલકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સાબર ડેરી દ્વારા પૂરા પાડવામાં આવતા પશુ દાણની ગુણવત્તા અત્યંત ખરાબ છે. તેમના મતે, આ દાણ ખાધા પછી પશુઓ વારંવાર બીમાર પડે છે. એક પશુપાલક મહિલાએ જણાવ્યું કે “દાણથી તો ગાયો-ભેંસો બીમાર જ પડે છે. હવે આ કમ્પલેઈન કોને કરવાની? કે દાણ ખરાબ આવે છે. કહીએ છીએ તો કોઈ હોંભળતું નથી.” આ પરિસ્થિતિ પશુપાલકો માટે મોટી ચિંતાનો વિષય બની છે.

ગુજરાતની મોટાભાગની ગ્રામીણ વસ્તી પશુપાલન પર નિર્ભર છે. મહિલાઓ સવારના 4 વાગ્યાથી ઊઠીને પશુઓની સંભાળ રાખે છે, વાસીદું કરે છે, લીલું ઘાસ અને ખાણ-દાણ આપે છે. આટલી તનતોડ મહેનત છતાં તેમને યોગ્ય વળતર મળતું નથી. મહિલાઓનો દાવો છે કે ડેરીમાં દૂધ આપતી વખતે એસએનએફ (સોલિડ્સ નોટ ફેટ) અને ફેટના ઓછા પ્રમાણને કારણે તેમને લીટર દીઠ 28-30 રૂપિયા જ મળે છે, જ્યારે તેમને 40 રૂપિયાની આશા હોય છે. આથી, તેમની આખા દિવસની મજૂરી માથે પડે છે અને દાણ-ખાણના ખર્ચા પણ માંડ માંડ નીકળે છે.

પશુપાલકોની આર્થિક સ્થિતિ એવી બની ગઈ છે કે તેમને પશુઓ રાખવા કે ન રાખવા તે અંગે મૂંઝવણ છે. એક મહિલાએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે “અમે આખો દિવસ જે મજૂરી કરીએ છીએ, એટલા પૈસાએ અમને એટલો મળતું જ નથી. 28 રૂપિયા અમારે લિટર દૂધ જાય. આખો દિવસ ઘાસ વાઢીએ, ખોણ મેકીએ, આખો દિવસની મજૂરીએ અમને… જે ઘાસને કાપીએ છીએ ને, એ મજૂરીએ નથી મળતી અમને. જે દૂધ કાઢીને અમે ડેરીમાં ભરીએ છીએ, એનો અમને કોઈ ફાયદો નથી થતો.”

આ મહિલાઓએ સાબર ડેરીની વર્તમાન વ્યવસ્થા સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે જો ડેરી વ્યવસ્થાપનમાંથી કેટલાક “બાબુ બારદાન” જેવા વ્યક્તિઓને હટાવવામાં આવે તો ડેરીનું ભવિષ્ય સુધરી શકે છે. પશુપાલકોને ડેરી પાસેથી તેમના પેમેન્ટની અને તેમની મહેનતનું યોગ્ય વળતર મળવાની અપેક્ષા છે. આ ગંભીર આક્ષેપો વચ્ચે દાણની ગુણવત્તા અને પશુપાલકોને મળતા વળતર અંગે જવાબદારી કોની છે તે મોટો પ્રશ્ન બનીને ઉભો છે. આ મામલે સ્વતંત્ર તપાસ અને સંબંધિત પક્ષનો જવાબ મેળવવો અનિવાર્ય છે.

ગુજરાતમાં 24K સોનું ₹1.46 લાખ પાર ! જાણો 10 મુખ્ય શહેરોના ભાવ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">