Ahmedabad : શાંતિ બિઝનેસ સ્કૂલમાં ઇન્ડક્શન પ્રોગ્રામ સક્ષમ 2023 યોજાયો, લીડરશીપ ગુણ વિકસિત કરવા પર ભાર મુકાયો

Ahmedabad : શાંતિ બિઝનેસ સ્કૂલમાં ઇન્ડક્શન પ્રોગ્રામ સક્ષમ 2023 યોજાયો, લીડરશીપ ગુણ વિકસિત કરવા પર ભાર મુકાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 6:00 PM

વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝ રેડી પ્રોફેશનલ્સ સાથે સાથે લિડરશીપ માઈન્ડસેટ ધરાવતા સોસાયટી રેડી સિટીઝન્સ પણ બને. આ પ્રસંગે સંસ્થાના ગવર્નિંગ બોર્ડના ચેરમેન વેદપ્રકાશ ચિરીપાલ ઉપસ્થિતિ રહ્યા હતા, જ્યારે વિજય રાણે, ગ્લોબલ એચઆર હેડ, માઇલસ્ટોન ગેસ્ટ ઓફ ઓનર હતા. તેમના સંબોધનમાં, રાણેએ અસરકારક લિડર બનવા માટે માનસિક મર્યાદાઓને દૂર કરવાની વાત કરી.

Ahmedabad : શાંતિ બિઝનેસ સ્કૂલે(Shanti Bussiness School) PGDM બેચ 2023-25ની મેનેજમેન્ટ એજ્યુકેશન જર્નીની શરૂઆત ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2023 –બી ધ લીડર યુ વોન્ટ ટુ ફોલો ” (Sakasham 2023 ) સાથે કરી. આ થીમનો ફોકસ લીડર બનવાના પ્રયાસ રૂપે પોતામાં જરૂરી બદલાવની જવાબદારી લેવા પર રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં 210 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત “શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર – ડૉ. નેહા શર્મા”ના સંબોધનથી થઈ, તેમણે જણાવ્યું કે “સક્ષમ 2023” વિદ્યાર્થીઓની ક્ષમતાને વધારવા માટે આયોજિત કરવામાં આવ્યો છે.

લીડર બનવા માટે માનસિક મર્યાદાઓને દૂર કરવાની વાત કરી

જેથી વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝ રેડી પ્રોફેશનલ્સ સાથે સાથે લિડરશીપ માઈન્ડસેટ ધરાવતા સોસાયટી રેડી સિટીઝન્સ પણ બને. આ પ્રસંગે સંસ્થાના ગવર્નિંગ બોર્ડના ચેરમેન વેદપ્રકાશ ચિરીપાલ ઉપસ્થિતિ રહ્યા હતા, જ્યારે વિજય રાણે, ગ્લોબલ એચઆર હેડ, માઇલસ્ટોન ગેસ્ટ ઓફ ઓનર હતા. તેમના સંબોધનમાં, રાણેએ અસરકારક લિડર બનવા માટે માનસિક મર્યાદાઓને દૂર કરવાની વાત કરી.

તેમણે વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં જુસ્સા અને સમર્પણ સાથે સ્માર્ટ વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. ઓરિએન્ટેશન કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. ચંદ્ર શેખર વર્મા, ડેપ્યુટી ડાયરેક્ટર, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE),નવી દિલ્હી હતા.

સતત શીખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નેતૃત્વના પાઠો શેર કર્યા

ડો. વર્માએ તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે AICTE દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલો વિશે ઉપયોગી માહિતી આપી હતી. તેમણે ટીમના સભ્યો સાથે જોડાવા અને સતત શીખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નેતૃત્વના પાઠો શેર કર્યા.

આ ઉપરાંત પાંચ દિવસના આ કાર્યક્રમમાં અલગ અલગ એક્સપર્ટસ દ્વારા “રિઈન્ફોર્સ યોર ડિસિઝન મેકિંગ થ્રૂ સેલ્ફ અવેરનેસ, આર્ટ ઓફ કોલાબોરેશન, બિલ્ડિંગ રિજ઼િલીઅન્સ, બિલ્ડ ટ્રસ્ટ એન્ડ ઇન્ટેગ્રિટી, ગુડ મેન્ટલ હેલ્થ એન્ડ ફિટનેસ જેવા વિષયો ઉપર સેશન્સ યોજવામાં આવ્યા હતા, જ્યારે લિડરશીપ એન્ડ ટીમ બિલ્ડિંગ, સ્ટોરી ટેલિંગ, મેન્ટરીંગ, યોગા વગેરે જેવી એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 13, 2023 05:57 PM
g clip-path="url(#clip0_868_265)">