Ahmedabad : DEO કચેરીની મંજૂરી વગર સેવન્થ ડે સ્કૂલ ચાલી રહી હોવાનું ખુલ્યું, તપાસમાં થયા અનેક મોટા ખુલાસા, જુઓ Video
અમદાવાદમાં DEO કચેરીની જાણ બહાર સેવન્થ ડે સ્કૂલ લાંબા સમયથી મંજૂરી વિના ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. શાળાના પ્રાથમિક વિભાગની મંજૂરી એક જગ્યાની હોવા છતાં શાળા બીજી જગ્યાએ સંચાલિત થતી હતી.
અમદાવાદમાં DEO કચેરીની જાણ બહાર સેવન્થ ડે સ્કૂલ લાંબા સમયથી મંજૂરી વિના ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. શાળાના પ્રાથમિક વિભાગની મંજૂરી એક જગ્યાની હોવા છતાં શાળા બીજી જગ્યાએ સંચાલિત થતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે શાળા પાસે માઈનોરિટી સર્ટિફિકેટ પણ નહોતું. એટલા સમયથી માઈનોરિટી સર્ટિફિકેટ વિના શાળા ચાલતી હોવા છતાં DEO તંત્રને તેની ખબર નહોતી.
કચેરી સાથે બનાવટ હોવા છતાં તંત્ર ઉંઘતું રહ્યું હોવાનું બહાર આવ્યું છે. વધુમાં, શાળાએ માઈનોરિટી સર્ટિફિકેટના બહાને RTE હેઠળના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નહોતો. ઘટના બાદ રચાયેલી કમિટીએ તપાસ હાથ ધરી ત્યારે અનેક અનિયમિતતાઓ સામે આવી.
કમિટીની તપાસમાં બહાર આવ્યું કે શાળાએ સ્ટેશનરીના નામે લગભગ બે કરોડ રૂપિયાની ઉઘરાણી કરી હતી. શાળાને વારંવાર જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના અપાઈ હોવા છતાં શાળાએ દસ્તાવેજો રજૂ કર્યા નહોતા. અંતે કમિટીએ શાળાનો વહીવટ સરકાર હસ્તક અથવા અન્ય ટ્રસ્ટને સોંપવાની ભલામણ કરી છે.
