Ahmedabad : સાબરકાંઠામાંથી 2.10 લાખમાં ખરીદેલ બાળક હૈદરાબાદમાં 4.50 લાખમાં વેચતા પહેલા જ ઝડપાયું દંપતિ

હિંમતનગરમાંથી રૂપિયા 2.10 લાખમાં બાળકને ખરીદ્યું હતું અને આરોપી દંપતીને આપ્યું હતુ. જેઓ હિંમતનગરથી ભાડે ટેક્સી કરીને આરોપીઓ મુંબઈ ભાગવાની ફિરાકમાં હતા. પરંતુ, ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરના રિંગરોડ રણાસણ રેલવે ક્રોસિંગ પાસેથી ઝડપી પાડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 12:46 PM

અમદાવાદમાંથી બાળ તસ્કરી કરતા દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોનિકા અને બિપિનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ 15 દિવસનું બાળક ઈડરથી લઈને હૈદરાબાદ વેચવાના હતા. પોલીસને વધુ તપાસમાં કરતા જાણવા મળ્યું કે માનવ તસ્કરીનું રેકેટ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલું છે. જેમા ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના થાણેના વતની બિપીન ઉર્ફે બંટી વિલાસ અને મોનિકા લલિક પ્રકાશને ક્રાઈમ બ્રાન્ચે ઘી કાંટા કોર્ટમાં રજૂ કર્યા હતાં. સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂઆત કરી હતી જેના પછી કોર્ટે બંન્ને આરોપીઓને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તેમજ 8 જાન્યુઆરીના રોજ સાબરકાંઠાના જીલ્લાના ખેડબ્રહ્માના રેશ્મા સેથી બાળકની ખરીદી કરી હતી. તેને હિંમતનગરમાંથી રૂપિયા 2.10 લાખમાં બાળકને ખરીદ્યું હતું. આરોપી દંપતીને આપ્યું હતુ જેઓ હિંમતનગરથી ભાડે ટેક્સી કરીને આરોપીઓ મુંબઈ ભાગવાની ફિરાકમાં હતા. પરંતુ, ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરના રિંગરોડ રણાસણ રેલવે ક્રોસિંગ પાસેથી ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ હૈદરાબાદની ઉમા નામની મહિલાને રૂપિયા 4.50 લાખમાં બાળક વેચવાના હતા. આ અગાઉ પણ આરોપી બિપીન ઉર્ફે બંટી ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્ર, મલાડ, માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયેલ હતા. પોલીસે બાળ તસ્કરીનું રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">