Rath Yatra 2024 : સરસપુરમાં સવારથી જ ભક્તોનો જમાવડો, ભગવાન જગન્નાથની આતુરતાથી જોવાઇ રહી છે રાહ
Ahmedabad Saraspur Rath Yatra 2024 : અમદાવાદમાં રથયાત્રાના અલગ-અલગ રંગો જોવા મળશે. રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોવા મળે છે તેમજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાયા છે.
Saraspur : ભક્તો અષાઢી બીજની આતુરતાથી રાહ જોતા હોય છે. તેમાં પણ ભગવાનનું મોસાળ સરસપુર છે ત્યાં લોકો ભગવાનની સવારથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન જગન્નાથ આવે અને તેમને દર્શન આપે. ઘણા દિવસોથી રાહ જોઈ રહેલા ભક્તો આજે રણછોડરાયના દર્શન કરશે. એક બે મહિના અગાઉ સરસપુર વાસીઓ ભગવાનના આગમન માટેની તૈયારી શરુ કરી દેતા હોય છે. પરંતુ છેલ્લા 15 દિવસથી સતત તૈયારીઓ ચાલી રહેલી હોય છે.
અમદાવાદની આજે 147મી રથયાત્રા
દર વર્ષે આવો જ ઉત્સાહ જોવા મળે છે. સરસપુરમાં પણ આપણને ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આ રથયાત્રામાં ઘણા બધા ટેબ્લો પણ જોવા મળે છે. લોકો આજુબાજુના ગામડાં અને શહેરોમાંથી આ યાત્રાનો લાભ લેવા માટે પહોંચે છે. અમદાવાદની આજે 147મી રથયાત્રા છે. આ રથયાત્રામાં 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં હાજર છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિકથી પણ સંતો આવ્યા છે. ઉજ્જૈન, જગન્નાથ પુરીથી સાધુ સંતો આવ્યા છે.
આ પણ વાંચો :Ahmedabad Rathyatra 2024 : મંદિરમાં બનાવાયો ચોખ્ખા ઘીના ખીચડાનો પ્રસાદ, અંદાજે 1 લાખ ભક્તો લેશે પ્રસાદનો લાભ