Ahmedabad : સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બના કેસમાં 2 આરોપીની ધરપકડ, આરોપીએ ઘરે જ બનાવ્યો હતો બોમ્બ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 22, 2024 | 10:13 AM

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં પણ ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી છે. ત્રાગડ વિસ્તારમાં બંન્ને આરોપીઓ કારમાંથી ઝડપાયા હતા.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગઈકાલે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના બની છે. સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં પણ ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી છે. ત્રાગડ વિસ્તારમાં બંન્ને આરોપીઓ કારમાંથી ઝડપાયા હતા.

આરોપી રુપેણ બારોટે ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યો છે. શિવમ-રો હાઉસમાં બલદેવ સુખડિયાના ઘરે પાર્સલ પહોંચાડીને બ્લાસ્ટ કરાયો છે. અંગત અદાવતમાં આરોપીએ મોકલ્યું બોમ્બનું પાર્સલ હતુ.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કોમ્બિંગ

બીજી તરફ અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં આવી છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. JCP, DCP, 11 PI આ ઉપરાંત 400 પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા છે. શાહપુર, કારંજ અને માધુપુરા વિસ્તારમાં પોલીસે કોંમ્બિગ હાથ ધર્યું છે. વાહન ચેકિંગ, બુટલેગરો અને ગુનેગારોના ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 50 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા છે.