Ahmedabad : પીરાણા ખાતે RSSની પ્રતિનિધિ સભામાં લઘુ ઉદ્યોગોના સ્વાવલંબન બાબતે પ્રસ્તાવ પસાર કરાયો
આરએએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે જણાવ્યું હતું કે ભારતીય સમાજને એક રાષ્ટ્ર તરીકે સંરચિત રાખવા માટે અને ભવિષ્યની કટોકટીમાંથી રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે, સંકલ્પ સાથે 'સ્વ' આધારિત જીવન દ્રષ્ટિને પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.
અમદાવાદના(Ahmedabad)પીરાણા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની(RSS) ત્રિદિવસીય પ્રતિનિધિ સભાની બેઠક ચાલી રહી છે.ત્યારે બીજા દિવસે સમાજને સ્વાવલંબી બનાવવા માટેનો પ્રસ્તાવ પારિત કરાયો. તો સંઘની બેઠકમાં લઘુ ઉદ્યોગોના સ્વાવલંબન(Small Scale Industries) બાબતે પ્રસ્તાવ પારિત કરાયો છે.સાથે 2025માં સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં મોટા કાર્યક્રમોનું પણ થશે આયોજન. ત્યારે પશ્ચિમ અમદાવાદના વિભાગ સંઘચાલક હરેશ ઠક્કરે આ બેઠક બાબતે જણાવ્યું કે આ બેઠકને ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.
આ ઉપરાંત સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે જણાવ્યું હતું કે ભારતીય સમાજને એક રાષ્ટ્ર તરીકે સંરચિત રાખવા માટે અને ભવિષ્યની કટોકટીમાંથી રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે, સંકલ્પ સાથે ‘સ્વ’ આધારિત જીવન દ્રષ્ટિને પુનઃસ્થાપિત કરવી જરૂરી છે. આઝાદીની 75મી વર્ષગાંઠ આપણને આ દિશામાં સંપૂર્ણ પ્રતિબદ્ધ બનવાની તક આપે છે.
સંતોષની વાત એ છે કે અનેક અવરોધો હોવા છતાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય પ્રગતિ કરી છે, પરંતુ એ પણ સત્ય છે કે ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય હજુ આવવાનું બાકી છે. જો કે હવે દેશ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈને દૂરંદેશી વિચારસરણી સાથે સાચી દિશામાં આગળ વધવા સજ્જ થઈ રહ્યો છે. આ મહાન પ્રયાસમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને સામેલ કરીને ભારત કેન્દ્રીત શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ દ્વારા ભારતને જ્ઞાન સમાજ તરીકે વિકસિત અને સ્થાપિત કરવામાં આવે અને ભારત વિશ્વ નેતાની ભૂમિકા ભજવવા સક્ષમ બને તે જરૂરી છે.
સ્વતંત્રતાના અમૃત પર્વના અવસર પર આપણે ‘સ્વ’ પર ફરીથી સંશોધન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જે આપણને આપણા મૂળ સાથે જોડવાની અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પોષવાની તક પૂરી પાડે છે.
આ પણ વાંચો : Gujarat માં વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી આ સ્પષ્ટતા
આ પણ વાંચો : PM Modi એ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો, ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું અનાવરણ કર્યું