PM Modi એ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો, ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું અનાવરણ કર્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભાને સંબોધતા જણાવ્યુ કે ગુજરાત ખાવા-પીવામાં મોજીલુ છે, તેનાથી રમત ગમતમાં ભાગ લેવો એ તેનું ગજુ નહીં આ મેણું ભાંગવા શરૂ કરાયો ખેલ મહાકુંભમાં 55 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે
પીએમ નરેન્દ્ર મોદીએ(PM Modi) અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અગિયારમાં ખેલ મહાકુંભનો(Khel Mahakumbh)પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું(Sports Policy)અનાવરણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ થી બંધ હતો. હવે ફરી તેની શરૂઆત થતા રમતવીરોને પ્રોત્સાહન મળશે. ગોલ્ડ અને સિલ્વરની ચમક ખેતાડીઓની પ્રતિભાને ચમકાવી રહી છે, ટોક્યો ઓલમ્પિકમાં ભારતે પ્રતિભા સાબિત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતનો યુવાન આકાશને સ્પર્શવા તૈયાર છે. ગુજરાતના ખેલાડી માટે આ ગર્વની બાબત ખેલ મહાકુંભમાંથી નીકળતા ખેલાડીઓ વૈશ્વીક રમતોમાં પોતાની પ્રતિભા પાથરી રહ્યા છે. તેમણે કહ્યું કે મે બીજ મે વાવ્યુ એ આજે વટવૃક્ષ બની ગયું છે ગુજરાતના મુખ્યમંત્રી રહેતા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. આ માત્ર રમતનો કુંભ નથી ગુજરાતની ખેલ શક્તિનો પણ કુંભ છે.
સફળતા માટે એક જ મંત્ર છે લાંબા ગાળાનું આયોજન અને સતત પ્રતિબદ્ધતા
પીએમ મોદીએ કહ્યું કે ખેલાડીઓની પસંદગીમાં પારદર્શિતાનો અભાવ પણ એક મોટું પરિબળ છે. ખેલાડીઓની તમામ પ્રતિભા સમસ્યાઓ સામે લડવામાં જતી રહેતી હતી. એ વમળમાંથી બહાર આવીને ભારતના યુવાનો આજે આકાશને સ્પર્શી રહ્યા છે. સોના-ચાંદીની ચમક દેશના આત્મવિશ્વાસને ચમકાવી રહી છે.મારી બધા યુવાનોને એક જ સલાહ છે સફળતા માટે ક્યારેય કોઈ શોર્ટકટ ન શોધો સફળતા માટે એક જ મંત્ર છે લાંબા ગાળાનું આયોજન અને સતત પ્રતિબદ્ધતા
ભારત ન તો અટકવાનું છે, ન થાકવાનું છે
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત 7 મેડલ જીત્યા હતા.આવો જ રેકોર્ડ ભારતના પુત્ર-પુત્રીઓએ ટોક્યો પેરાલિમ્પિકમાં પણ બનાવ્યો હતો. આ વૈશ્વિક સ્પર્ધામાં ભારતે 19 મેડલ જીત્યા હતા.પરંતુ આ માત્ર શરૂઆત છે.ભારત ન તો અટકવાનું છે, ન થાકવાનું છે. વર્ષ 2018 માં અમે મણિપુરમાં દેશની પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરી. સ્પોર્ટ્સમાં ઉચ્ચ શિક્ષણ માટે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ યુપીમાં શરૂ થવા જઈ રહી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભાને સંબોધતા જણાવ્યુ કે ગુજરાત ખાવા-પીવામાં મોજીલુ છે, તેનાથી રમત ગમતમાં ભાગ લેવો એ તેનું ગજુ નહીં આ મેણું ભાંગવા શરૂ કરાયો ખેલ મહાકુંભમાં 55 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.
આ પણ વાંચો: PM MODIનો સતત બીજા દિવસે મેગા Road Show, દહેગામથી ચિલોડા સર્કલ સુધી કાર્યકરોમાં ભરપૂર ઉત્સાહ
આ પણ વાંચો: PM Modi ના બે દિવસના ગુજરાત પ્રવાસે રાજકીય વર્તુળમાં અનેક ચર્ચા ઉભી કરી, જાણો વિગતે