Ahmedabad Rathyatra 2024 : રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી, જુઓ Video

|

Jul 07, 2024 | 9:02 AM

આજે રથયાત્રાના પગલે અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. જ્યાં IPS અજય ચૌધરી પણ સુરક્ષામાં માટે સજ્જ છે. રથયાત્રાની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની માહિતી આપી છે. IPS અજય ચૌધરીએ જણાવ્યુ કે ભીડને નિયંત્રણ કરવા માટે એડિશનલ ફોર્સ સહિત અનેક પોલીસ કર્માચારીઓ સુરક્ષામાં સજ્જ છે.

રથયાત્રાનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત

રથયાત્રાની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. 18,784 સુરક્ષાકર્મીઓની સમગ્ર રૂટ પર ફરજ પર છે. 4,500થી વધુ સુરક્ષાકર્મીઓનો મુવિંગ બંદોબસ્ત ગોઠવાયો છે. રથ, અખાડા અને ભજન મંડળીની સુરક્ષામાં તૈનાત કરાયા છે.

14000 CCTV દ્વારા રખાશે નજર

ટ્રાફિક નિયમન માટે 1,931 સુરક્ષાકર્મી છે. તો 16 ક્રેઈનની વ્યવસ્થા ગોઠવાઈ છે. 47 સ્થળ પરથી 96 કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 20 ડ્રોનથી સમગ્ર રથયાત્રા પર નજર રખાશે. રથયાત્રામાં દરેક ગતિવિધિ પર નજર રાખવા 1,733 બોડીવોર્ન કેમેરા લગાવાયા છે. બોડીવોર્ન કેમેરાથી સતત લાઈવ મોનિટરિંગની સુવિધા રાખવામાં આવી છે. 16 કિ.મીના સમગ્ર રૂટમાં 1,400 CCTVથી નજર રખાશે.

( વીથ ઈનપુટ – શિવાની પુરોહિત ) 

Next Video