Ahmedabad: મનોરંજન પૂરતી મેટ્રોની મુસાફરી! 6 કિમી અંતર કાપવામાં 20 મિનિટ, રોજના આટલા લોકો જ કરે છે યાત્રા

AHmedabadL મોટા ઉપાડે ફેઝ-વન મેટ્રો રૂટની શરૂઆત તો કરી દેવામાં આવી છે. પરંતુ મેટ્રોમાં એકલ દોકલ મુસાફરો માત્ર મનોરંજન માટે આવતા હોય એમ લાગી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 7:04 AM

અમદાવાદમાં મોટા ઉપાડે ફેઝ-વન અંતર્ગત વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના મેટ્રો રૂટની શરૂઆત તો કરી દેવામાં આવી છે. પરંતુ મેટ્રોની મુસાફરી માટે નાગરિકો નિરૂત્સાહિ જણાઇ રહ્યા છે. મેટ્રોમાં એકલ દોકલ મુસાફરો આવે છે. અને એ પણ મનોરંજન માટે મેટ્રોની મુસાફરી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. મેટ્રો રૂટની વાત કરીએ તો, 6 કિલોમીટરના રૂટમાં 6 મેટ્રો સ્ટેશન આવે છે. અને 6 કિમીનું અંતર કાપવામાં 20 મિનિટનો સમય લાગે છે. મેટ્રો સત્તાધીશો દ્વારા મળતી માહિતી મુજબ રોજના 100 મુસાફરો જ મેટ્રોની મુસાફરી કરે છે .ત્યારે આવો જાણીએ કેમ મેટ્રોથી મ્હો ફેરવી રહ્યા છે મુસાફરો.

ત્યારે એક મુસાફરે કહ્યું કે ગુજરાત મોડેલમાં મેટ્રોનું નિર્માણ છેલ્લા 6 વર્ષમાં 6 કિલોમીટર સુધી જ થયું છે. ત્યારે હાલની તારીખે મેટ્રોનો ઉપયોગ માત્ર મનોરંજન પુરતો જ છે.  જે હેતુ માટે મેટ્રો બનાવામાં આવી છે એ પૂરો થતો નથી. આ સાથે જ અન્ય વ્યક્તિ એ કહ્યું કે 6 કિલોમીટરના અંતર માટે 20 મિનીટ લાગે છે. આ વાતને લઈને પણ પ્રજા પાછી પાની કરે છે. તો મેટ્રોને લઈને ઘણા સવાલ ઉભા થાય છે, શું આગળ જતા મેટ્રોને સફળતા મળશે? ક્યાં સુધીમાં આ કાર્ય પૂર્ણ થશે? મેટ્રોથી મુસાફરી ઝડપી બનશે કે ધીમી?

 

આ પણ વાંચો: Ahmedabad: મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના સકંજામાં શહેર, જાણો ઓક્ટોબર મહિનામાં કેટલા આવ્યા કેસ

આ પણ વાંચો: By Election Result:મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું, પેટાચૂંટણીના પરિણામો મોંઘવારી, બેરોજગારી અને ભાજપની તાનાશાહી સામે જનતાનો જવાબ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">