By Election Result:મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું, પેટાચૂંટણીના પરિણામો મોંઘવારી, બેરોજગારી અને ભાજપની તાનાશાહી સામે જનતાનો જવાબ

નાના પટોલેએ કહ્યું કે, સત્તાનો દુરુપયોગ કરીને વિપક્ષને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ખેડૂતો અને મજૂરોના પ્રશ્નો, વધતી મોંઘવારીને અવગણવામાં આવતી રહી.

By Election Result:મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું,  પેટાચૂંટણીના પરિણામો મોંઘવારી, બેરોજગારી અને ભાજપની તાનાશાહી સામે જનતાનો જવાબ
નાના પટોલે, મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 12:06 AM

મંગળવારે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં દેગ્લોર-બિલોલી વિધાનસભા પેટાચૂંટણીમાં (Bypoll Election ) કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર સુભાષ સાબણેને વધારે મતોથી હરાવ્યા હતા. કૉંગ્રેસની આ મોટી જીત પર પોતાના મંતવ્યો આપતા મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ (Nana Patole, Maharashtra Congress President) જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઉમેદવાર જિતેશ અંતાપુરકર નાંદેડ જિલ્લાની દેગ્લોર-બિલોલી વિધાનસભા પેટાચૂંટણીમાં 45 હજારથી વધુ મતોથી જીત્યા હતા. આ જીત લોકોના કોંગ્રેસ પરના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે.

આ વિજય મહા વિકાસ આઘાડી સરકારના કામને જનતાએ આપેલો પ્રતિભાવ છે. આ જીત માટે સ્થાનિક લોકો અને સાથી પક્ષો NCP, શિવસેના, શેકાપ સહિત કોંગ્રેસના કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર. પેટાચૂંટણીના પરિણામ પર બોલતા નાના પટોલેએ કહ્યું, દેગલુર સીટ કોંગ્રેસ પાર્ટીની હતી. પેટાચૂંટણીમાં આ બેઠક વધારે મતો સાથે કોંગ્રેસ પાસે કાયમ રહી હતી. વિરોધ પક્ષ ભાજપને આ વિસ્તારમાં કોઈ પણ ઉમેદવાર મળી શક્યો નથી. હંમેશની જેમ તેમણે બીજા પક્ષના ઉમેદવારને તોડીને ચૂંટણીમાં ઉતાર્યા. પરંતુ જનતાએ તેને હારનો સ્વાદ ચખાડી દીધો.

આ ચૂંટણી પરિણામથી મહાવિકાસ અઘાડી સરકાર વધુ સક્ષમ અને સમર્થ બની છે. આ પુરસ્કાર મહા વિકાસ ઘાડી સરકારે બે વર્ષમાં કરેલા કાર્યો માટે છે. આના પરથી દેખાઈ આવે છે કે લોકો હવે ભાજપ અને મહારાષ્ટ્રને બદનામ કરતી તેમની ગંદી રાજનીતિથી કંટાળી ગયા છે. દેગ્લોરના લોકોએ બતાવ્યું છે કે ‘કહેવાતી લહેર’ અથવા ‘પેટર્ન’ અહીં કામ કરતી નથી.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

‘દેશભરમાં કોંગ્રેસને મળી સફળતા, લોકોએ ભાજપને યોગ્ય સ્થાન બતાવ્યું’

નાના પટોલેએ કહ્યું કે, દેગલુર સહિત દેશભરમાં યોજાયેલી વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ સફળતાનો ઝંડો લહેરાવ્યો છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા અને વિધાનસભાની ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠકો કોંગ્રેસે જીતી હતી. રાજસ્થાન અને કર્ણાટકમાં પણ કોંગ્રેસને સફળતા મળી છે. કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ ફરી એકવાર સફળતાના પંથે આગળ વધી છે. દેશમાં મોદી નામની કોઈ લહેર નથી, આ એક પરપોટો છે.

આ પરપોટો પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના હાથે ફૂટ્યો છે. દાદરા નગર હવેલીમાં શિવસેનાએ ભાજપને હરાવ્યું. આ વિપક્ષની વધતી તાકાતનો પુરાવો છે અને પરિણામ ભાજપને યોગ્ય સ્થાન દેખાડનારું છે.

‘સત્તાનો દુરુપયોગ, બેરોજગારી અને મોંઘવારીએ ભાજપને હાર આપી’

નાના પટોલેએ કહ્યું કે, સત્તાનો દુરુપયોગ કરીને વિપક્ષને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ખેડૂતો અને મજૂરોના પ્રશ્નો, વધતી મોંઘવારીને અવગણવામાં આવતી રહી. ધર્મ – જાતિના નામે રાજકીય રોટલા શેકનાર ભાજપને જનતાએ યોગ્ય સ્થાન બતાવી દીધું છે.

આ પણ વાંચો :  Diwali Muhurat Trading 2021: દિવાળીમાં બે દિવસ બંધ રહેશે શેરબજાર પણ આ ખાસ સમયે મળશે કમાણીની તક , જાણો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">