Ahmedabad : લોકોએ પૈસા આપીને રસી લેવામાં દાખવી નિરસતા, ડ્રાઈવ થ્રુ વેક્સિન લેવામાં લોકોનો ઘટાડો

Ahmedabad : અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખાનગી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા વેક્સિનેશનના ચોથા દિવસે લોકોની ઓછી હાજરી જોવા મળી હતી.

Dipen Padhiyar
| Edited By: | Updated on: May 30, 2021 | 4:49 PM

Ahmedabad : અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખાનગી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા વેક્સિનેશનના ચોથા દિવસે લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. ચોથા દિવસે ડ્રાઈવ થ્રુ વેક્સિન (Drive Through Vaccine) લેવા માટે લોકોનો ઘટાડો જોવા મળ્યો હતો.

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખાનગી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા વકેસીનેશનના ચોથા દિવસે લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. ચોથા દિવસે વેક્સિન લેવા માટે લોકોનો ઘટાડો જોવા મળ્યો હતો. પહેલા બે દિવસ કરતાં 70 ટકા ઓછા લોકો વેક્સિન લેવા માટે આવ્યા.

એપોલો હોસ્પિટલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક હજાર રૂપિયામાં વેકસીનનો એક ડોઝ આપવામાં આવી રહ્યો છે. પેઈડ વેક્સિનેશન મોંઘું હોવાથી લોકો મજબૂરીમાં વેકસીન લેવા અહીં આવી રહ્યા છે.

લોકોનો આક્ષેપ છે કે 18થી 45 વર્ષના લોકો માટે રજિસ્ટ્રેશન થતું નથી. વેકસીન માટે સ્લોટ બુકીંગ ફૂલ બતાવે છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ શહેરના એક પણ સેન્ટર પર સ્લોટ બુકીંગ થતું નથી. સ્લોટ બુકીંગના થતા લોકોનેના છૂટકે એક હજાર રૂપિયા ખર્ચીને વેકસીન લેવી પડે છે. લોકોને ત્રીજી લહેરનો ડર છે.

ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી વેકસીન ના મળતા લોકો પૈસા ખર્ચીને લાઈનમાં ઉભા રહી વેકસીન લેવા મજબૂર બન્યા છે. લોકોનો આક્ષેપ છે કે એક ડોઝ માટે એક હજાર રૂપિયા લેવામાં આવે છે તે વધારે છે. એક ડોઝ માટે 250 થી 300 રૂપિયા હોવા જોઇએ તેવી લોકોની માગ છે.

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી ક્ષેત્રની શેલ્બી હોસ્પિટલ દ્વારા 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિન (drive through vaccine) સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.

એક તરફ સ્લોટ નથી મળતા તો 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે બીજું ડ્રાઈવ થ્રુ વેક્સિન (Drive Through Vaccine) સેન્ટર શરુ કર્યુ છે. ખાનગી હોસ્પિટલને કમાણી કરાવવા AMC એ નોંધણી કરાવ્યા વિના સ્થળ ઉપર નોધણી કરાવીને રસી લેવાની સગવડ કરી આપી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">