નેપાળમાં લાપતા અમદાવાદના NRI બીના પરીખ, માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

નેપાળમાં લાપતા અમદાવાદના NRI બીના પરીખ, માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

| Updated on: Aug 28, 2026 | 5:56 PM

નેપાળમાં આવેલી આફત બાદ અમદાવાદના 65 વર્ષીય એનઆરઆઈ બીના પરીખ ગુમ થયા છે. માનસરોવર યાત્રા પર ગયેલા બીના પરીખનો પરિવાર સાથે ત્રણ દિવસથી કોઈ સંપર્ક થયો નથી. કાઠમંડુથી નીકળ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તેમનું નામ નેપાળ સરકારની ગુમ થયેલા લોકોની યાદીમાં છે.

નેપાળમાં સર્જાયેલી કુદરતી આફતને પગલે અમદાવાદના 65 વર્ષીય NRI મહિલા બીના પરીખ ગુમ થયા છે. માનસરોવર યાત્રા માટે ગયેલા બીના પરીખનો છેલ્લા ત્રણ દિવસથી તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેને કારણે પરિવારમાં ભારે ચિંતા વ્યાપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બીના પરીખ 21 તારીખે અમદાવાદથી માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા અને કાઠમંડુ પહોંચી ગયા હતા. યાત્રા દરમિયાન પરિવાર સાથે તેમનો સમયાંતરે સંપર્ક થતો રહ્યો હતો. જોકે, 24 તારીખે તેમની સાથે છેલ્લીવાર યોગ્ય વાતચીત થઈ હતી અને 25 તારીખની રાત્રે થોડો સંપર્ક રહ્યો હતો. 26 તારીખથી તેમનો પરિવાર સાથેનો તમામ સંપર્ક તૂટી ગયો છે.

કાઠમંડુથી નીકળ્યા બાદ વૃદ્ધાનો સંપર્ક તૂટ્યો હોવાનું જણાઈ રહ્યું છે. નેપાળ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગુમ થયેલા લોકોની યાદીમાં બીના પરીખનું નામ પણ સામેલ છે. તેમનું છેલ્લું લોકેશન ફ્રેન્ડશીપ બ્રિજ પાસે મળ્યું હતું, જેને કારણે પરિવારજનો વધુ ચિંતિત બન્યા છે. પરિવાર તેમની ભાળ મેળવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યો છે અને વહીવટીતંત્રની મદદની અપેક્ષા રાખી રહ્યું છે.

અમદાવાદમાં મલાલાના પુસ્તક વાંચન કાર્યક્રમમાં બજરંગદળ અને CJP-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

Published on: Aug 28, 2026 05:55 PM
Follow Us
Loading...
Unable to load recommendations.