Ahmedabad : નારણપુરામાં રોડ કપાતનો વિવાદ વકર્યો, રહીશોએ વિપક્ષ કોંગ્રેસને સાથે રાખી મેયરને રજૂઆત કરી

|

Mar 23, 2022 | 11:48 PM

સમગ્ર મામલે મેયરે પણ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે કોઈએક વ્યક્તિને ફાયદો પહોંચાડવા શહેરનો વિકાસ રોકી શકાશે નહીં.તેમજ 1975થી પ્રક્રિયા ચાલતી હોવાનું જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે સંઘના સ્વયંસેવકો અને કોંગ્રેસની જુગલબંધીની ચર્ચા છે.તો કોંગ્રેસે પણ કપાત નહીં રોકાય તો ઉગ્ર વિરોધની ચિમકી ઉચ્ચારી છે. ત્યા

અમદાવાદના(Ahmedabad)  નારણપુરામાં (Naranpura) રોડ કપાતને લઈને રાજકારણ એટલી હદે ગરમાયું છે કે RSSના નારણપુરાના જૂના સ્વયંસેવકોએ કોંગ્રેસનો (Congress) સહારો લેવો પડ્યો છે. પ્રથમવાર એવું બન્યું હશે કે સંઘના જૂના સ્વયંસેવકોનું ભાજપના કાઉન્સીલરો સાંભળતા નથી. નારણપુરામાં રોડના કપાતમાં 100 દુકાન અને 50થી વધુ ઘરો કપાતમાં જશે જેને રોકવા માટે વર્ષો જૂના સ્વયંસેવકોએ કોંગ્રેસનો સાથે લેવો પડ્યો અને મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.કોર્પોરેશનમાં ભાગ્યે જ આવા દ્રશ્યો જોવા મળ્યા હશે કે જૂના સંઘના સ્વયંસેવકોની રજૂઆત માટે કોંગ્રેસના નેતા આગળ આવ્યા હોય. તો વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આરોપ લગાવ્યો છેકે બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે આ કપાતને મંજૂરી અપાઈ છે

ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી

સમગ્ર મામલે મેયરે પણ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે કોઈએક વ્યક્તિને ફાયદો પહોંચાડવા શહેરનો વિકાસ રોકી શકાશે નહીં.તેમજ 1975થી પ્રક્રિયા ચાલતી હોવાનું જણાવ્યું હતું. તો કોંગ્રેસે પણ કપાત નહીં રોકાય તો ઉગ્ર વિરોધની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે કપાત બાબતે શું નિર્ણય લેવાશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

ભાજપના કાઉન્સિલરો કે પૂર્વ મેયર ગૌતમ શાહ કઇ કહેવા તૈયાર નથી

જેમાં સ્થાનિકોનો આક્ષેપ છે કે કાઉન્સિલરો બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી તેમાં FSIમાં વધારો અપાવવા માટે રોડ કપાત કરાવવા માંગે છે.ત્યારે સ્થાનિક લોકોએ એએમસી અને ભાજપના કાઉન્સિલરો સામે રોડની બંને બાજુ ઘરો પર, દુકાનો પર અને વૃક્ષો પર બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે.જો એએમસી રોડ પહોળો કરવાનો નિર્ણય પરત નહીં ખેંચે તો સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે..આ સમગ્ર વિવાદ અંગે ભાજપના કાઉન્સિલરો કે પૂર્વ મેયર ગૌતમ શાહ કઇ કહેવા તૈયાર નથી.

એફએસઆઇ વધારવા આવતી હોવાનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, રાજયના કોઇપણ નવા બાંધકામની મંજૂરી માટે એફએસઆઇ અદાલતના આદેશ મુજબ રોડની પહોળાઈને આધારે નક્કી કરવામાં આવે છે. જેના પગલે કૉર્પોરેશનના સત્તાધીશો અને બિલ્ડરોની સાંઠગાંઠથી રોડની પહોળાઈને વધારાઇને નવી બિલ્ડિંગની એફએસઆઇ વધારવા આવતી હોવાનો આક્ષેપ થયા હોય છે. જો કે મુદ્દામાં પણ આ જ પ્રકારનોઆક્ષેપ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Rajkot : HIV ગ્રસ્ત પરિવારોને સ્વચ્છતા કિટ અને બાળકો માટે એજ્યુકેશન કીટનું કલેક્ટરે વિતરણ કર્યું

આ પણ વાંચો : Vadodara : ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ગેરકાયદે 19 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

Published On - 11:46 pm, Wed, 23 March 22

Next Video