Vadodara : ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ગેરકાયદે 19 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો
વડોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગેરકાયદે પેટ્રોલિયમ પદાર્થ મુંબઈથી લાવીને વેચાણ કરવામાં આવતું હતું. તેમજ પોલીસે કેટલા સમયથી આ વેપાર કરી રહ્યા હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા(Vadodara) નજીક મુંબઈ હાઈ વે પર એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ગેરકાયદે બાયોડીઝલનું((Biodiesel) વધુ એક કૌભાંડ પકડાયું છે. PCB દ્વારા પોલીસને(Police) સાથે રાખી દરોડો પાડી કૌભાંડ પકડ્યું છે. આ દરોડા દરમિયાન પેટ્રોલિયમ પદાર્થનો 19 હજાર લીટરનો જથ્થો તેમજ સંખ્યાબધ ટેન્કર જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ બે શખ્સોની અટકાયત કરવામાં પણ આવી છે. લાખોની કિંમતનો પેટ્રોલિયમ પદાર્થને જપ્ત કરી PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગેરકાયદે પેટ્રોલિયમ પદાર્થ મુંબઈથી લાવીને વેચાણ કરવામાં આવતું હતું . તેમજ પોલીસે કેટલા સમયથી આ વેપાર કરી રહ્યા હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.
બાયો ડીઝલનો સૌથી વધુ મોટી બસો અને ટ્રકોમાં વપરાશ થતો હોય છે
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 10 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલી બે અલગ અલગ જગ્યા પર શહેર પીસીબી પોલીસે દરોડો પાડી ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને કુલ 48 લાખનો મુદામાલ કબજે કર્યો હતો . ખાસ કરી ને આ જગ્યા પર બસ પાર્કિંગ હોવાથી બસમાં ડીઝલ પુરાવતા હતા કારણ કે બાયો ડીઝલનો સૌથી વધુ મોટી બસો અને ટ્રકોમાં વપરાશ થતો હોય છે. શહેર પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ડભોલી સિંગણપોર વિસ્તારમાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ થઇ રહ્યું હતું.
આ પણ વાંચો : કચ્છ : હવે BSF ના DG બોર્ડરની સમિક્ષા કરશે, ગુજરાતના 3 દિવસીય પ્રવાસનો કચ્છથી પ્રારંભ
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
